હાઈ-વે પર સડસડાટ દોડતી બસમાંથી વિદ્યાર્થી નીચે પડ્યો, વિડીયો જોઈ લોકો થયાં ગુસ્સે
સોશિયલ મીડિયા પર આજ કાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર અમુક એવા પણ વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે.ત્યારે વાયરલ થઈ રહેલો આ વિડીયો તમિલનાડુનો છે જેણે ઘણા લોકોના હોશ ઉડાવી દીધા છે. તમે આવા ઘણા જાહેર પરિવહન જોયા હશે જેમાં મુસાફરોની ખૂબ ભીડ હોય છે. ત્યારે આવામાં રોડ àª
Advertisement
સોશિયલ મીડિયા પર આજ કાલ લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર અમુક એવા પણ વિડીયો વાયરલ થતાં હોય છે જે તમારા દીલને સ્પર્શી જતાં હોય છે.
ત્યારે વાયરલ થઈ રહેલો આ વિડીયો તમિલનાડુનો છે જેણે ઘણા લોકોના હોશ ઉડાવી દીધા છે. તમે આવા ઘણા જાહેર પરિવહન જોયા હશે જેમાં મુસાફરોની ખૂબ ભીડ હોય છે. ત્યારે આવામાં રોડ પર અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આ વિડીયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. આ વિડીયોમાં એક માસૂમ સાથે કંઈક એવું થયું કે બસ ડ્રાઈવર પર બધા ગુસ્સે થઈ રહ્યા છે.
வாய் இருக்குன்னு என்னென்னமோ பேசுவிங்களே @jothims @DrSenthil_MDRD
இப்போ பேசுங்க..😡 pic.twitter.com/Fu6puzPc9m
— A Senthil Kumar (@ASenthi12447593) August 30, 2022
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓની ભીડ બસમાં ફસાઈ ગઈ છે. ત્યારે એક બાળક ચાલતી બસમાંથી પડી જાય છે. જોકે તે બાળકનું નસીબ સારું હતું કે રસ્તા પર વાહનો વધુ સ્પીડથી આગળ વધી રહ્યા ન હતા, નહીં તો મોટો અકસ્માત થઈ શક્યો હોત.
આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 8 સેકન્ડના આ વિડીયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી આ વિડીયો (ટ્રેન્ડિંગ વિડીયો ) 5 લાખ વખત જોવામાં આવ્યો છે.
Advertisement


