ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરતી રાહતદરની એમ્બ્યુલન્સ સેવા

મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતું સ્વર્ગસ્થ પતિની યાદમાં જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્યશ્રી સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યàª
02:18 PM Dec 29, 2022 IST | Vipul Pandya
મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતું સ્વર્ગસ્થ પતિની યાદમાં જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્યશ્રી સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યàª
મૃતકની યાદમાં પુસ્તક અર્પણ કરતા અને પરબ બાંધતા લોકોના અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતું સ્વર્ગસ્થ પતિની યાદમાં જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત કરનારા સંગીતાબેન બહુ મોટા ગજાના માનવી છે. તેમની આ સેવા થકી અનેક લોકો રાહતદરે પોતાના ઘરે પહોંચી શકયા છે. રાજકોટના રહેવાસી અને મુંબઈના આલ્ફા ફાઉન્ડેશનના સભ્યશ્રી સંગીતાબેન શાહ દ્વારા શરૂ કરાયેલી આ સેવાનો અત્યાર સુધીમાં હજારો દર્દીઓએ  લાભ મેળવ્યો છે. 
નેપાળથી રાજકોટ વ્યવસાય માટે આવેલા પરિવારની દીકરી ઝરણા શર્માને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સમય જતા તબિયતમાં સુધારો ન થતા અંતે ઝરણાએ ફરી નેપાળ જવાની વાત કરી. પરંતુ ઝરણાની હાલત ગંભીર હોવાથી ઝરણાના વાલીઓએ ઝરણા સાથે નેપાળ જવું જરૂરી હતું. પરિવારની નબળી આર્થિક સ્થિતિને લીધે તેઓ નેપાળ જઇ શકે તેમ નહોતા. આ પરિસ્થિતિમાં ઝરણા શર્મા તથા પરિવારને નેપાળ જવા માટે સંગીતાબેને રાહત દરની એમ્બ્યુલન્સ સેવા પુરી પાડીને તમામને નેપાળ પહોંચાડયા હતા.
હજારો દર્દીઓને બહારગામ જવા સહાય મળી રહે છે: સંગીતાબેન
એમ્બ્યુલન્સ વિશે વધુ માહિતી આપતા સંગીતાબેન જણાવે છે કે, મારા સ્વગર્સ્થ પતિ હરેશભાઈ મનસુખલાલ શાહની યાદમાં  જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત મેં  આશરે દોઢ વર્ષ પહેલા કરી હતી. જેનાથી હજારો દર્દીઓને બહારગામ જવા સહાય મળી રહે છે. રાહતદરે ચાલતી આ એમ્બ્યુલન્સ સેવા મારફત અત્યાર સુધી રાજકોટ, મોરબી, અમદાવાદ વગેરે સહિત છેક નેપાળ સુધી દર્દીઓને સહી સલામત પહોંચાડવામાં આવ્યા છે. માત્ર પૂજા પાઠ અને વિધિથી નહી, પરંતું અનેક વ્યકિતઓને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી નિભાવવી,  એ જ મારા માટે સાચી શ્રધ્ધાજલિ છે.  રાહતદરે ચાલતી એમ્બ્યુલન્સની સેવા ઉપરાંત, સંગીતાબેન શાહ રાજકોટના જરૂરીયાતમંદ વર્ગને ઉપયોગી થવા બાળકોને ગ્લુકોઝના બાટલા પહોંચાડે છે. અને મુંબઈની ઝુપડપટ્ટીમાં જઈ ભોજન આપવા સહીતનાં લોકકલ્યાણના કાર્યો પણ કરે છે.
આપણ  વાંચો- સગીરાને દુખ્યું પેટમાં તપાસ અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબે કહ્યું 21 અઠવાડિયાનો ગર્ભ છે મામલો પહોંચ્યો પોલીસ મથકે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbulanceserviceCivilHospitalGujaratFirstRAJKOTSangitaben
Next Article