Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી, તેને અલગ કરવા મુસાફરોએ ધક્કો મારવાનું કર્યું શરૂ, જુઓ Video

મેરઠથી ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શનિવારે સવારે અહીંના દૌરાલા સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં ટ્રેનના બે ડબ્બા આગમાં ખાક થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોચના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.પ્રાથમિક તપાસમાં ટ્રેનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ટ્à
ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી  તેને અલગ કરવા મુસાફરોએ ધક્કો મારવાનું કર્યું શરૂ  જુઓ video
Advertisement

મેરઠથી ટ્રેન દુર્ઘટનાના હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શનિવારે સવારે અહીંના દૌરાલા સ્ટેશન પર સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં ટ્રેનના બે ડબ્બા આગમાં ખાક થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોચના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

પ્રાથમિક તપાસમાં ટ્રેનમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ટ્રેનના બ્રેક જામને કારણે આ દુર્ઘટના થઈ હોવાની માહિતી પણ મળી રહી છે. હાલ અકસ્માત પાછળનું કારણ શું હતું તે તપાસ બાદ જ જાણવા મળશે. રેલ્વે અધિકારીઓએ આગનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. 
Advertisement

સહારનપુરથી દિલ્હી જતી પેસેન્જર ટ્રેન શનિવારે સવારે દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચી, દૌરાલા રેલ્વે સ્ટેશન પહોંચે તે પહેલા જ 2 કોચ અને એન્જીનમાં આગ લાગી હતી, ત્યારબાદ ટ્રેનને દૌરાલા સ્ટેશન પર રોકી દેવામાં આવી. આ દરમિયાન મુસાફરોએ સમજદારી દાખવી અને રેલ્વે કર્મચારીઓની સાથે મળીને ટ્રેનના અન્ય કોચને આગના ડબ્બામાંથી બહાર કાઢીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડ્યા, આ રીતે ટ્રેનના અન્ય ડબ્બા આગની ઝપેટમાં આવતા બચી ગયા.
ભારે ટ્રેનને ખેંચવી કે ધક્કો મારવો એ અકલ્પનીય લાગે છે. પરંતુ જ્યારે સેંકડો લોકોએ એક દિશામાં તાકાત લગાવી ત્યારે આખી ટ્રેનને લોકોએ એવી રીતે ખેંચી લીધી કે જાણે તેઓ કોઈ કાર કે ઓટોને ધક્કો મારતા હોય. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને એકતાની શક્તિ કહી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×