ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદના ઘી કાંટા ખાતે અનોખો Ganesh પંડાલ તૈયાર કરાયો

Ahmedabad : અમદાવાદ શહેર જ્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની ભક્તિમય ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક એવા ગણેશ પંડાલ (Ganesh Pandal) ની સ્થાપના કરવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
01:23 PM Aug 30, 2025 IST | Hardik Shah
Ahmedabad : અમદાવાદ શહેર જ્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની ભક્તિમય ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક એવા ગણેશ પંડાલ (Ganesh Pandal) ની સ્થાપના કરવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

Ahmedabad : અમદાવાદ શહેર જ્યારે ગણેશ મહોત્સવ (Ganesh Mahotsav) ની ભક્તિમય ઉજવણીમાં ડૂબેલું છે, ત્યારે શહેરના ઘી કાંટા વિસ્તારમાં એક એવા ગણેશ પંડાલ (Ganesh Pandal) ની સ્થાપના કરવામાં આવી છે, જેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પંડાલની થીમ અનોખી અને સામાજિક સંદેશ આપે તેવી છે. 12 જૂનના રોજ બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના પર આધારિત આ પંડાલ, તે સમયે બચાવ કામગીરી કરનાર ફાયર, પોલીસ, ડોક્ટર અને 108ની ટીમના અદમ્ય પ્રયાસોને શ્રદ્ધાંજલિ આપે છે.

માનવતા અને બહાદુરીનું પ્રતીક

આ ગણેશ પંડાલમાં ગણપતિની પ્રતિમાને એક ફાયર મેન તરીકે દર્શાવવામાં આવી છે, જે બચાવ કામગીરીમાં સક્રિય છે. આ દ્રશ્યમાં તેમની સાથે ડોક્ટરો, 108ની ટીમ અને પોલીસકર્મીઓ પણ જોવા મળે છે, જેઓ ઘટનાસ્થળે મદદ કરતા હોય તેવી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મીડિયાની ટીમને પણ દર્શાવવામાં આવી છે, જેઓ ઘટનાની માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ પંડાલ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ માનવતા, બહાદુરી અને નિઃસ્વાર્થ સેવાના ગુણોને ઉજાગર કરતું એક જીવંત પ્રદર્શન છે.

આ પણ વાંચો :    Una : જુના સિક્કા અને ચલણી નોટોથી બનેલો 25 ફૂટનો હાર ગણપતિ બાપાને કરાશે અર્પણ
Tags :
Ahmedabad Ganesh UtsavArtists CreativityCompassion and ResponsibilityDevotees ResponseDoctors and 108 TeamFiremen Ganesh IdolGaneshGanesh Festival 2025Ganesh MahotsavHumanity and BraveryMedia RepresentationPlane Crash TributePolice TributeSocial Message PandalSpiritual TributeUnique Ganesh Pandal Theme
Next Article