PM મોદીના ચાહકની અનોખી ભેટ! તૈયાર કરી મહાકાય પાઘડી
PM નરેન્દ્ર મોદીના એક ચાહકે તેમના માટે એક વિશાળ અને પ્રતીકાત્મક પાઘડી તૈયાર કરી છે, જે તેમના જીવન અને શાસનની ખાસિયતોને પ્રતિબિંબિત કરે છે.
10:14 AM Apr 04, 2025 IST
|
Hardik Shah
- PM મોદીના ચાહકે બનાવી મહાકાય પાઘડી
- PM મોદીને ધ્યાનમાં રાખીને બનાવી પાઘડી
- PM મોદીની ઉમર 75 વર્ષ, 75 મીટર કાપડનો ઉપયોગ
- 10 વર્ષનું શાસન, પાઘડીની પહોળાઇ 10 ફૂટ
- PM મોદી ભારતના 16માં PM, પાઘડીની ઊંચાઇ 16 ઇંચ
PM નરેન્દ્ર મોદીના એક ચાહકે તેમના માટે એક વિશાળ અને પ્રતીકાત્મક પાઘડી તૈયાર કરી છે, જે તેમના જીવન અને શાસનની ખાસિયતોને પ્રતિબિંબિત કરે છે. આ પાઘડી ખાસ PM મોદીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં તેમની ઉંમર 75 વર્ષને રજૂ કરવા 75 મીટર કાપડનો ઉપયોગ કરાયો છે. આ ઉપરાંત, તેમના 10 વર્ષના શાસનનું પ્રતીક બનાવવા પાઘડીની પહોળાઈ 10 ફૂટ રાખવામાં આવી છે, જ્યારે ભારતના 16મા PM તરીકે તેમની ઓળખને દર્શાવવા તેની ઊંચાઈ 16 ઇંચ નક્કી કરાઈ છે. આ અનોખી પાઘડી માત્ર શિલ્પકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નથી, પરંતુ એક ચાહકના મનમાં PM મોદી પ્રત્યેની અપાર શ્રદ્ધા અને સમર્પણનું પણ પ્રતિબિંબ છે.
Next Article