Pavagadh World Record : પાવાગઢ શક્તિપીઠના નામે નોંધાયો વિશ્વનો અનોખો રેકોર્ડ
એક વર્ષનું લક્ષ્ય માત્ર 76 દિવસમાં પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવી છે. 'વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયા' માં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ અંકિત થયું છે.
Advertisement
પાવાગઢ શક્તિપીઠના નામે વિશ્વનો અનોખો રેકોર્ડ નોંધાયો છે. 24 કરોડ નવાર્ણ મંત્રોની આહુતિ સાથે નવો ઇતિહાસ રચાયો છે. એક વર્ષનું લક્ષ્ય માત્ર 76 દિવસમાં પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવી છે. 'વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયા' માં પાવાગઢ મંદિર ટ્રસ્ટનું નામ અંકિત થયું છે. 90 હજારથી વધુ ભક્તોએ આ મહાયજ્ઞમાં આહુતિનો લ્હાવો લીધો હતો. ત્યારે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સમરસતાનો અનેરો સંગમ રચાયો હતો. રેકોર્ડ બાદ ભગવાન શિવની આરાધનાનું વિશેષ અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું. દરમિયાન, સનાતન સંસ્કૃતિ અને પાવાગઢ માટે ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ હતી...... જુઓ અહેવાલ......
Advertisement


