ભારતીય ટીમના યુવા ખેલાડીને મેચ દરમિયાન થઇ ગરદનમાં ગંભીર ઈજા, હોસ્પિટલ ખસેડાયો
ક્રિકેટના મેદાનમાં ઈજા પહોંચવી સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર ખેલાડીઓને એવી ઇજા પણ પહોંચી જાય છે કે જેના કારણે ખેલાડીઓ જ નહીં પરંતુ દર્શકો પણ ડરી જતા હોય છે. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું છે. જ્યા IPLનો સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયર અકસ્માતનો શિકાર બન્યો છે. વેંકટેશને મેચ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી.ભારતીય ટીમમાં 2 વનડે મેચ રમી ચુકેલા અને IPL ના સ્ટાર ખેલાડી વેંકટેશન ઐયરને મેચ દરમિયાન ગરદ
04:57 AM Sep 17, 2022 IST
|
Vipul Pandya
ક્રિકેટના મેદાનમાં ઈજા પહોંચવી સામાન્ય વાત છે પરંતુ ઘણીવાર ખેલાડીઓને એવી ઇજા પણ પહોંચી જાય છે કે જેના કારણે ખેલાડીઓ જ નહીં પરંતુ દર્શકો પણ ડરી જતા હોય છે. આવું જ કઇંક તાજેતરમાં જોવા મળ્યું છે. જ્યા IPLનો સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયર અકસ્માતનો શિકાર બન્યો છે. વેંકટેશને મેચ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી.
ભારતીય ટીમમાં 2 વનડે મેચ રમી ચુકેલા અને IPL ના સ્ટાર ખેલાડી વેંકટેશન ઐયરને મેચ દરમિયાન ગરદનમાં ઈજા પહોંચી છે. ઈજા એટલી ગંભીર હતી કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાનો સમય આવ્યો હતો. ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે ધમાકેદાર સ્ટાઈલમાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો. તેણે IPL 2021માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમતી વખતે તેની બેટિંગ અને બોલિંગથી ધમાકો કર્યો છે.
જણાવી દઈએ કે, એક સમયે તેને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો વિકલ્પ પણ માનવામાં આવતો હતો, કારણ કે હાર્દિક ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર હતો. વેંકટેશ અય્યર તે સમયે ધમાલ મચાવી રહ્યો હતો. જે બાદ તેણે વિન્ડીઝ સામે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ (IPL 2022)માં ખરાબ પ્રદર્શન બાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
વેંકટેશ અય્યરને હાર્દિક પંડ્યાની જગ્યાએ લેવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ હાર્દિક પંડ્યાએ જોરદાર રીતે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી. હવે તે T20 વર્લ્ડ કપ પણ રમતા જોવા મળશે. જ્યારે વેંકટેશે ખરાબ ફોર્મના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવું પડ્યું હતું. વેંકટેશ અત્યારે દુલીપ ટ્રોફી રમી રહ્યો છે. આ દરમિયાન તેની સાથે આ જીવલેણ અકસ્માત થયો હતો.
ઉલ્લેખનીય છે કે, વેંકટેશ અય્યર દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમી રહ્યો છે. ટૂર્નામેન્ટની એક મેચ દરમિયાન વેંકટેશ પશ્ચિમ ઝોનના મધ્યમ ઝડપી બોલર ચિંતન ગજાના થ્રોથી ઘાયલ થયો હતો. ગઝાનો બોલ અયૈરના માથા અને ખભા વચ્ચે વાગ્યો હતો. તે જમીન પર પડ્યો અને તમામ ખેલાડીઓ તેની તરફ દોડી રહ્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે જમીન પર જ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી.
આ પણ વાંચો - એશિયા કપ વિજેતા ટીમે જાહેર કરી T20 વર્લ્ડ કપ ટીમ
Next Article