ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આમ આદમી પાર્ટીએ કહ્યું - દ્રૌપદી મૂર્મુનું સન્માન, પરંતુ યશવંત સિંહાને વોટ આપીશું

શનિવારે બપોરે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય સલાહકાર સમિતિ (PAC)ની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીએ ચૂંટણીમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાનà
10:16 AM Jul 16, 2022 IST | Vipul Pandya
શનિવારે બપોરે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય સલાહકાર સમિતિ (PAC)ની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાર્ટીએ ચૂંટણીમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહાનà

શનિવારે બપોરે યોજાયેલી આમ આદમી પાર્ટી
(
AAP)ની રાજકીય સલાહકાર સમિતિ (PAC)ની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય
લેવામાં આવ્યો હતો. પાર્ટીએ ચૂંટણીમાં વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત
સિન્હાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 
આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના
સાંસદ સંજય સિંહે કહ્યું કે પાર્ટી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત
સિંહાને સમર્થન આપશે. તેમણે કહ્યું કે અમે દ્રૌપદી મુર્મુનું સન્માન કરીએ છીએ
પરંતુ અમે યશવંત સિંહાને વોટ આપીશું.

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે
મતદાન થશે

મળતી માહિતી મુજબ આ બેઠકમાં દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા
, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, પંજાબના સાંસદ
રાઘવ ચઢ્ઢા અને ધારાસભ્ય આતિશી સહિત પીએસીના અન્ય સભ્યો હાજર રહેશે. તમને જણાવી
દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે મતદાન થશે.
AAP એકમાત્ર બિન-ભાજપ, બિન-કોંગ્રેસી પાર્ટી છે જેની સરકાર બે
રાજ્યો - દિલ્હી અને પંજાબમાં છે.
AAP પાસે બંને
રાજ્યોમાંથી 10 રાજ્યસભા સાંસદ છે
, જેમાંથી ત્રણ દિલ્હીના છે. ઉપરાંત,
પાર્ટીના પંજાબમાં 92, દિલ્હીમાં 62 અને ગોવામાં બે ધારાસભ્યો છે.

Tags :
AamAadmiPartyDraupadiMurmuGujaratFirsthonorPresidentialelectionsYashwantSinha
Next Article