Abhyuday Sammelan political analysis: પત્રકારોએ કર્યું અભ્યુદયનું વિશ્લેષણ, જાણો શું છે રાજકીય ગણિત?
ગાંધીનગરમાં આજે વહેલી સવારે 3 કલાકે ઠાકોર સમાજનો 'અભ્યુદય' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી ઠાકોર સમાજનાં લોકો ઉમટી પડ્યા હતા. ગાંધીનગરનાં રામકથા મેદાનમાં કડકડાતી ઠંડી વચ્ચે પણ લોકોની વિશાળ જનમેદની જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજનાં અગ્રણી નેતાઓ ગેનીબેન ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર સહિત અન્ય નેતાઓ, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે, આ કાર્યક્રમ પાછળનો હેતું શું છે ? ઠાકોર સમાજનાં આ મહાસંમેલનથી રાજ્યની રાજનીતિ પર શું અસર થશે ? સહિતનાં અનેક મુદ્દાઓ પર ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વિશ્લેષણ કરવામાં આવ્યું. વરિષ્ઠ પત્રકાર Vikas Makwana, Nikunj Jani અને Arpit Darji એ આ મહાસંમેલનનાં દરેક પાસાઓ પર ખુલીને ચર્ચા કરી. આ ચર્ચામાં Bagdana પ્રકરણનો ઉલ્લેખ, તમામ નેતાઓ દ્વારા Alpesh Thakor ના વખાણ અને સ્ટેજ પર Geniben Thakor અને Vikram Thakor વચ્ચે થયેલી રમૂજી તકરાર (ચકમક) વિશે રસપ્રદ વાતો કરવામાં આવી છે.
જાણો, અલ્પેશ ઠાકોરના રાજકીય મેસેજ પાછળનો ગર્ભિત અર્થ શું છે અને આ સંમેલનથી ઠાકોર સમાજને ભવિષ્યમાં શું ફાયદો થશે?
Discussion Points:
Geniben Thakor vs Vikram Thakor : સ્ટેજ પરની પળો અને નિવેદનો.
Alpesh Thakor's Leadership : પક્ષથી ઉપર ઉઠીને તમામ નેતાઓએ કર્યા વખાણ.
Bagdana Incident : સંમેલનમાં કેમ થયો ઉલ્લેખ?
Political Analysis : અલ્પેશ ઠાકોરનો ભવિષ્યનો રોડમેપ અને સમાજને ફાયદો.
Panelists : Vikas Makwana, Nikunj Jani, Arpit Darji.


