Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાની લગભગ 50 ટકા નદીઓ દવાથી છે દૂષિત, જાણો ભારતની શું છે પરિસ્થિતિ

વિશ્વની અડધાથી વધુ નદીઓ દવાઓના કારણે દૂષિત થઈ રહી છે. નદીઓમાં દવાઓના કારણે વધતું પ્રદૂષણ પણ ભયાનક છે.  કારણ કે આ પ્રદૂષણ કરોડો લોકોના જીવનને આડકતરી રીતે અસર કરી શકે છે.'જર્નલ એન્વાયર્નમેન્ટલ ટોક્સિકોલોજી એન્ડ કેમિકલ'માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, આ નદીઓના 43.5 ટકા પાણી દવાઓના કારણે દૂષિત થયા છે. યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના ટોચના અલેજાન્દ્રા બુજાસ-મોનરોયની આગેવાની હેઠળ તૈયાà
દુનિયાની લગભગ 50 ટકા નદીઓ દવાથી છે દૂષિત  જાણો ભારતની શું છે પરિસ્થિતિ
Advertisement

વિશ્વની અડધાથી વધુ નદીઓ દવાઓના કારણે દૂષિત થઈ રહી છે. નદીઓમાં દવાઓના કારણે વધતું પ્રદૂષણ પણ ભયાનક છે.  કારણ કે આ પ્રદૂષણ કરોડો લોકોના જીવનને આડકતરી રીતે અસર કરી શકે છે.

'જર્નલ એન્વાયર્નમેન્ટલ ટોક્સિકોલોજી એન્ડ કેમિકલ'માં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, આ નદીઓના 43.5 ટકા પાણી દવાઓના કારણે દૂષિત થયા છે. યુકેની યુનિવર્સિટી ઓફ યોર્કના ટોચના અલેજાન્દ્રા બુજાસ-મોનરોયની આગેવાની હેઠળ તૈયાર કરવામાં આવેલ અભ્યાસમાં, સંશોધકોએ 104 દેશોમાંથી 1,052 નમૂનાઓનું વિશ્લેષણ કર્યું. જેમાં 23 વિવિધ દવાઓના સંયોજનો સલામત માનવામાં આવતા સ્તરો કરતાં વધુ સ્તરે જોવા મળ્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં આવેલા રિપોર્ટ અનુસાર ભારત જેવા નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશોની નદીઓમાં સૌથી વધુ ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ જોવા મળ્યું છે. વિલ્કિન્સન અને તેમના સાથીદારો, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, દિલ્હી અને હૈદરાબાદના વૈજ્ઞાનિકો સામેલ છે જેમણે દિલ્હીની યમુના નદી અને હૈદરાબાદની કૃષ્ણા અને મુસી નદીઓ સહિત 104 દેશોની 258 નદીઓમાં 1,052 નમૂના લેવાના સ્થળોમાંથી નમૂનાઓમાં ડ્રગની સાંદ્રતાનું વિશ્લેષણ કર્યું. આ અભ્યાસમાં દવાઓ મળી આવીજેમાં કેફીન, પેરાસીટામોલ અને નિકોટિન દવાનું પ્રમાણ મળી આવ્યું છે.
સરોવરના અભ્યાસો દર્શાવે છે કે જન્મ નિયંત્રણ ગોળીઓ અને અન્ય કૃત્રિમ એસ્ટ્રોજન હોર્મોન્સ જેવી દવાઓ તેમાં રહેલા પાણીને ઉચ્ચ સ્તરે દૂષિત કરે છે. વૈજ્ઞાનિકોને ડર છે કે પર્યાવરણમાં એન્ટિમાઇક્રોબાયલ સંયોજનોની હાજરી દવા-પ્રતિરોધક બેક્ટેરિયાના નિર્માણમાં ફાળો આપી રહી છે, જે જીવલેણ સુપરબગ્સના પ્રસારને પણ જોખમમાં મૂકે છે.
અભ્યાસ દરમિયાન, નદીના પાણીમાં તાણ, એલર્જી, સ્નાયુઓની જકડાઈ, દર્દ નિવારક અને શક્તિ વધારનારી દવાઓના નિશાન મળી આવ્યા છે. બ્રિટિશ નદીઓના પાણીમાં લગભગ 70 ટકા ભાગમાં એપીલેપ્સી માટે વપરાતી દવા કાર્બામાઝેપિનના અંશો જોવા મળ્યા હતા. એકલા બ્રિટનમાં પરીક્ષણ કરાયેલા 54 નમૂનાઓમાં આવી 50 દવાઓના અંશો મળી આવ્યા છે. અભ્યાસ મુજબ, નદીના 43 ટકા નમૂનાઓમાંથી માત્ર 23 ટકા જ સલામત નમૂનાના હતા.
Advertisement
Tags :
Advertisement

.

×