Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટોલ નાકા પર હાઈસ્પીડ એમ્બ્યુલન્સનો અકસ્માત, 4ના મોત, વીડિયોમાં જુઓ ખતરનાક દ્રશ્ય

કર્ણાટકના બિંદૂર પાસેના ટોલ ગેટ પર માર્ગ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક ઝડપભેર આવી રહેલી એમ્બ્યુલન્સ ટોલનાકા પાસે ફંગોળાઈ ગઈ હતી. થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ ખખડધજ થઈ ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં એમ્બ્યુલન્સમાં એક દર્દી સહિત ત્રણ લોકોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક મૃતક ટોલ વર્કર હોવાનું કહેવાય છે. જà«
ટોલ નાકા પર હાઈસ્પીડ એમ્બ્યુલન્સનો અકસ્માત  4ના મોત  વીડિયોમાં
જુઓ ખતરનાક દ્રશ્ય
Advertisement

કર્ણાટકના બિંદૂર પાસેના ટોલ ગેટ પર માર્ગ અકસ્માતનો એક
ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે એક ઝડપભેર
આવી રહેલી એમ્બ્યુલન્સ ટોલનાકા
પાસે ફંગોળાઈ ગઈ હતી. થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સ ખખડધજ થઈ ગઈ હતી. જેના કારણે
ચાર લોકોના મોત થયા છે. મૃતકોમાં એમ્બ્યુલન્સમાં એક દર્દી સહિત ત્રણ લોકોનો સમાવેશ
થાય છે
, જ્યારે અન્ય એક મૃતક ટોલ વર્કર
હોવાનું કહેવાય છે. જુઓ વિડિયો...

Advertisement

Advertisement


ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કર્ણાટકના ઉડુપી જિલ્લાના બિંદૂર
પાસે એક દર્દી અને બે એટેન્ડન્ટને લઈ જતી એમ્બ્યુલન્સ કાબૂ ગુમાવી દીધી અને ટોલ
બૂથ સાથે અથડાઈ
, જેમાં એમ્બ્યુલન્સમાં રહેલા એક
દર્દી અને એક ટોલ એટેન્ડન્ટ સહિત ત્રણ લોકોના મોત થયા જ્યારે ડ્રાઇવરને ઇજા થઇ છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ ભયાનક અકસ્માતની ઘટના ટોલ બૂથ પર લાગેલા સીસીટીવીમાં કેદ
થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે વરસાદમાં એમ્બ્યુલન્સ લપસી જવાને કારણે આ
ભયાનક અકસ્માત થયો હતો. 


ફૂટેજમાં કેટલાક
લોકો
જેઓ સુરક્ષા ગાર્ડ અને ટોલ ઓપરેટર
છે.
એમ્બ્યુલન્સને જોઈને પ્લાસ્ટિક
બેરીકેટ્સ હટાવવા દોડતા જોવા મળે છે. ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે એક ગાર્ડ
ટોલ પ્લાઝા પહેલા બે બેરિકેડ્સને સફળતાપૂર્વક દૂર કરી રહ્યો છે. પરંતુ છેલ્લા
બેરિકેડને હટાવવા જાય છે ત્યારે તે પણ એમ્બ્યુલન્સ સાથે અથડાય છે અને અકસ્માતમાં
મૃત્યુ પામે છે.

Tags :
Advertisement

.

×