કથાકાર અને આધ્યાત્મિક ગુરુ Rameshbhai Oza ના મતે મહાકુંભ
મહાકુંભનો આજે 13મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રમેશભાઈ ઓઝા સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
08:50 PM Jan 25, 2025 IST
|
Hardik Shah
- પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- કથાકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઇ ઓઝાના મતે મહાકુંભ
- ‘વાસ્તવમાં બધા સનાતન ધર્મી માટે અક મહત્ત્વપૂર્ણ સમય’
Mahakumbh 2025 : મહાકુંભનો આજે 13મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રમેશભાઈ ઓઝા સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. મહાકુંભ વિશે પૂછતા ભાગવત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઇ ઓઝાએ જણાવ્યું કે, 12 વર્ષના કુંભના 12 આવર્તન થાય છે, 144 વર્ષ, આ મહાપુરૂષોએ નક્કી કર્યું હશે, પરંતુ 12 કુંભના 12 આવર્તન જ્યારે થાય છે તો આ 144મો મહાકુંભ વાસ્તવમાં દરેક સનાતનીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અત્યારે આપણે જેટલા છીએ પૃથ્વી પર છીએ તેમના જીવનમાં તો આ ઘટના ફરીથી સર્જાશે નહીં. જેનો તાત્પર્ય એવો થાય છે કે, આનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ.
Next Article