Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામનગરના ગુજસીટોકના આરોપીઓ જાડેજા બંધુની કરોડોની કિંમતના પ્લોટ જપ્ત

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પોલીસે આરોપી યશપાલ અને જશપાલ જાડેજાના કરોડો રુપિયાની કિંમતના  બે પ્લોટ જપ્ત કર્યા છે.પોલીસે કહ્યું કે અન્ય આરોપીઓ સામે પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણના આરોપીઓ યશપાલ જાડેજા અને જશપાલ જાડેજા બંધુઓના જયંત સોસાઇટીમાં આવેલા 2 પ્લોટ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.આ à
જામનગરના ગુજસીટોકના આરોપીઓ જાડેજા બંધુની કરોડોની કિંમતના પ્લોટ જપ્ત
Advertisement
જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં પોલીસે આરોપી યશપાલ અને જશપાલ જાડેજાના કરોડો રુપિયાની કિંમતના  બે પ્લોટ જપ્ત કર્યા છે.પોલીસે કહ્યું કે અન્ય આરોપીઓ સામે પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. 
જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણના આરોપીઓ યશપાલ જાડેજા અને જશપાલ જાડેજા બંધુઓના જયંત સોસાઇટીમાં આવેલા 2 પ્લોટ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.આ બંને પ્લોટની બજાર કિંમત દોઢ કરોડ રુપિયાની થવા જાય છે. ઉલ્લેખનિય છે કે 2020ના વર્ષમાં મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત 16 શખ્સો સામે ગુજસીટોકનો ગુનો પોલીસમાં નોંધવામાં આવ્યો હતો. યથપાલ અને જશપાલે ખંડણીમાંથી ઉઘરાવેલા રુપિયા દ્વારા પ્રોપર્ટી વસાવી હતી અને તે અંગે અગાઉના એસપી નિતેશ પાંડેય દ્વારા ગૃહ વિભાગને રિપોર્ટ કરાયો હતો.
ત્યારબાદ ગત 25 એપ્રિલે સરકારે આરોપીઓની મિલકત જપ્ત કરવા માટે સરકારે આદેશ કર્યો હતો. આદેશ બાદ પોલીસની ટીમે શુક્રવારે બંને આરોપીના પ્લોટ જપ્ત કર્યા હતા. એસપી પ્રેમસુખ ડેલુએ કહ્યું કે અન્ય આરોપીઓ સામે પણ તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે. 
જામનગરમાં વર્ષ 2020 માં મુખ્ય આરોપી જયેશ પટેલ સહિત 16 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ શખ્સો લોકોને ધમકાવીને તેમની પાસેથી મોટી રકમની ખંડણી ઉઘરાવતા હતા અને કોઈ ના પડે તો ફાયરીંગ કરવાની ધમકીઓ આપતા હતા. આ પ્રકરણનો મુખ્ય આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે. જામનગરના એસપી પેમસુખ ડેલુંએ જણાવ્યું હતું કે આ કેસમાં હજુ તપાસ ટીમ તપાસ કરી રહી છે અને આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે
Tags :
Advertisement

.

×