ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ત્રીપલ હત્યા, લૂંટનો આરોપી પેરોલ ઉપર છૂટ્યા બાદ પોલીસને ચેલેન્જ આપતો વિડીયો બનાવતા પોલીસે ઘરમાંથી ઉઠાવ્યો

ભરૂચ પોલીસ (Bharuch Police) અમરેલી (Amreli) પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ટ્રિપલ મર્ડર (Murder) અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલીથી ઝડપી પાડ્યો હતો લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. ઘરમાંથી ઉઠાવ્યોરીલ ડોન સાથે ભરૂચ પોલીસની રિયલ રીલ સામે આવી છે.અંકલેશ્વરના ઉટીયà
04:13 PM Feb 04, 2023 IST | Vipul Pandya
ભરૂચ પોલીસ (Bharuch Police) અમરેલી (Amreli) પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ટ્રિપલ મર્ડર (Murder) અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલીથી ઝડપી પાડ્યો હતો લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. ઘરમાંથી ઉઠાવ્યોરીલ ડોન સાથે ભરૂચ પોલીસની રિયલ રીલ સામે આવી છે.અંકલેશ્વરના ઉટીયà
ભરૂચ પોલીસ (Bharuch Police) અમરેલી (Amreli) પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપીને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ટ્રિપલ મર્ડર (Murder) અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલીથી ઝડપી પાડ્યો હતો લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. 
ઘરમાંથી ઉઠાવ્યો
રીલ ડોન સાથે ભરૂચ પોલીસની રિયલ રીલ સામે આવી છે.અંકલેશ્વરના ઉટીયાદરા ના 3-3 વ્યક્તિ ની હત્યા કરી લૂંટ કરનાર આરોપી પોલીસે જામીન પર છૂટ્યા બાદ ચેલેન્જ આપી તો ભરૂચ પોલીસે અમરેલી જઈ ધર માંથી જ ઉઠાવી લીધો હતો. ભરૂચ પોલીસ અમરેલી પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપી ને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલી થી ધર દબોચી લીધો હતો. લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. 
ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલકો કી પુલીસ કર રહી હે પર રીલ બનાવી હતી
રીલ ડોન સાથે ભરૂચ પોલીસ ની રિયલ રીલ સામે આવી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વિડીયો રીલ બનાવીને પોલીસ ચેલેન્જ આપતો હતો.આ આરોપીને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડ ની ટીમ અમરેલી ખાતેથી દબોચી લઈ ને પુનઃ સબ જેલમાં મોકલી આપ્યો છે. " ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલકો કી પુલીસ કર રહી હે, ઔકાત નહિ હે જિન કી મુજસે સે હાથ મિલાને કી બાત કરતે સાલે મુજે ઘર સે ઉઠાને કી…આ છે ફિલ્મી ડાયલોગ તે પણ એક્ટરો દ્વારા નહિ પરંતુ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ટ્રીપલ મર્ડર વીથ લુંટ ના ગુનાના કામ નો ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીનમાં મુક્ત થઈને નાસતા ફરતાં આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકીએ રીલ ( વિડીયો ) બનાવીને પોલીસ ચેલેન્જ આપી હતી.તેની ચેલેન્જ પણ ભરુચ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમે સ્વીકારી લઈને આરોપી નિતેશ અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડીને ભરૂચ સબ જેલમાં મોકલવામાં આવ્યો છે.
પેરોલ, ફ્લો જમ્પ કરી ફરાર હતો
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકી રહે.હાલ રહે.દામનગર સીમ તા.લાઠી જી.અમરેલી મુળ રહે.દરેડ તા.વલ્ભીપુર જી.બોટાદ વાળાને ભરૂચ સબ જેલ ખાતે આરોપી તરીકે સજામાં મોકલવામાં આવ્યો હતો.કોર્ટના હુકમથી તા 5મી ફેબ્રુઆરી 2022 ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.જેને 7મી ફેબ્રુઆરીના રોજ પુનઃ સબજેલમાં હાજર થવાનું હતું.પરંતુ તે હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. જેથી ભરૂચ એસપી ડો લીના પાટીલે પેરોલ,ફ્લો જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ અધિકારીઓને સૂચના આપી હતી. જેના આધારે પીએસઆઈ વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમના એ અમરેલી જિલ્લામાં જઈને ટીમવર્ક થી પોલીસને ચેલેન્જ આપનાર ના રીલ બનાવી ડોન બનવાના અભરખા રાખતા નિતેશ ઉર્ફે કાળીયા ને ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો - ચલો છોડ દુ કેહવુ યુવકને ભારે પડ્યું ! ટોળાએ શીખવાડ્યો પાઠ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
accusedBharuchChallengPoliceCrimeGujaratFirstpoliceVideo
Next Article