Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Navneet Baldhiya પર હુમલો કરનાર આરોપી જેલમુક્ત, મહુવા સેશન કોર્ટે આઠ આરોપીના જામીન કર્યા મંજૂર

બગદાણા (Bagdana) માં નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહુવા સેશન કોર્ટ દ્વારા આ કેસના આઠ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા તેઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે.
Advertisement
  • નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર હુમલો કરનાર આરોપી જેલમુક્ત
  • મહુવા સેશન કોર્ટે આઠ આરોપીના જામીન કર્યા મંજૂર
  • સાંજની બંદી બાદ આરોપીને જેલમુક્ત કરતા સવાલો
  • આફ્ટર બેરેકના આરોપીને છોડી શકાય છે: જેલ આધિકારી
  • જેલની ક્ષમતા કરતા વધારે કેદી હોવાથી છોડી શકાય: જેલ આધિકારી
  • નામદાર કોર્ટમાં હુકમ બાદ આરોપી ને છોડી શકાયનો દાવો

બગદાણા (Bagdana) માં નવનીત બાલધિયા (Navneet Baldhiya) પર થયેલા હુમલાના કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહુવા સેશન કોર્ટ દ્વારા આ કેસના આઠ આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવતા તેઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે. જોકે, આ મુક્તિના સમય અને પદ્ધતિને લઈને હાલ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.સામાન્ય રીતે જેલમાં સાંજની બંદી (લોક-અપ) થઈ ગયા બાદ કેદીઓને છોડવામાં આવતા નથી, પરંતુ આ કિસ્સામાં સાંજની બંદી બાદ આરોપીઓને મુક્ત કરવામાં આવતા જેલ પ્રશાસન સામે સવાલો ઉઠી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિકોમાં ચર્ચા છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને ઉતાવળે આ પ્રક્રિયા કેમ કરવામાં આવી?

જેલ પ્રશાસનનો ખુલાસો

ઉઠેલા સવાલો સામે જેલ અધિકારીઓએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે, જેલના નિયમો મુજબ 'આફ્ટર બેરેક' ના આરોપીઓને કોર્ટના હુકમ બાદ છોડી શકાય છે. જેલની ક્ષમતા કરતા કેદીઓની સંખ્યા વધુ હોવાથી, નામદાર કોર્ટના હુકમ બાદ તુરંત અમલવારી કરીને આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે.જેલ પ્રશાસનના દાવા છતાં કેટલાક સવાલો હજુ અકબંધ છે. જો ક્ષમતા કરતા વધુ કેદીઓનું કારણ હોય, તો જયરાજ આહિર પહેલાના અન્ય આરોપીઓ હજુ પણ કેમ આફ્ટર બેરેકમાં છે? માત્ર આ જ આરોપીઓ માટે ખાસ તત્પરતા કેમ દાખવવામાં આવી તે બાબતે જેલ પ્રશાસન શંકાના દાયરામાં છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×