Surat Water Tank Collapse : અરેઠના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મામલે કાર્યવાહી
Surat Water Tank Collapse : સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી. જેના પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર વીજિલન્સ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે
Advertisement
Surat Water Tank Collapse : સુરતના માંડવીના તડકેશ્વરમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત બનાવવામાં આવેલી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ ધરાશાયી થઈ હોવાની ઘટના બની હતી. જેના પગલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર વીજિલન્સ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. સ્થળ પર પડેલા મટીરીયલના સેમ્પલો લેવામાં આવ્યા છે. જમીન ધ્વસ્ત થયેલી ટાંકીના ડ્રિલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ ઘટનાસ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે ઘટના સ્થળ પર હાજર રહેલા 2 ઈજનેર જય ચૌધરી, રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે કાર્યપાલક ઈજનેર અંકિત ગરાસિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ સાથે જ જ્યંતી સુપર કન્સ્ટ્રકશન પ્રા. મહેસાણા માણસો તેમજ બાબુ ભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઇ છે....જુઓ અહેવાલ..............
Advertisement


