ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કન્નડ અભિનેતા મોહન જુનેજાનું લાંબી માંદગી બાદ અવસાન, નિર્માતાઓ અને ચાહકોમાં શોકની લાગણી

કોમેડિયન અને સાઉથ એક્ટર મોહન જુનેજાનું લાંબી માંદગી બાદ આજે 7મી મેના રોજ દુખદ અવસાન થયું છે. 54 વર્ષીય મોહન જુનેજા એક લોકપ્રિય કન્નડ અભિનેતા હતા. રિપોર્ટ અનુસાર તે લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. મોહન જુનેજાએ શનિવારે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની છેલ્લી ફિલ્મ તાજેતરમાં રિલીઝ થયેલી 'KGF ચેપ્ટર 2' છે. તે 4 વર્ષ પહેલાની ફિલ્મની પ્રિક્વલમાં પણ જોવ
11:19 AM May 07, 2022 IST | Vipul Pandya
કોમેડિયન અને સાઉથ એક્ટર મોહન જુનેજાનું લાંબી માંદગી બાદ આજે 7મી મેના રોજ દુખદ અવસાન થયું છે. 54 વર્ષીય મોહન જુનેજા એક લોકપ્રિય કન્નડ અભિનેતા હતા. રિપોર્ટ અનુસાર તે લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. મોહન જુનેજાએ શનિવારે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની છેલ્લી ફિલ્મ તાજેતરમાં રિલીઝ થયેલી 'KGF ચેપ્ટર 2' છે. તે 4 વર્ષ પહેલાની ફિલ્મની પ્રિક્વલમાં પણ જોવ
કોમેડિયન અને સાઉથ એક્ટર મોહન જુનેજાનું લાંબી માંદગી બાદ આજે 7મી મેના રોજ દુખદ અવસાન થયું છે. 54 વર્ષીય મોહન જુનેજા એક લોકપ્રિય કન્નડ અભિનેતા હતા. રિપોર્ટ અનુસાર તે લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યાં હતાં. મોહન જુનેજાએ શનિવારે બેંગ્લોરની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની છેલ્લી ફિલ્મ તાજેતરમાં રિલીઝ થયેલી 'KGF ચેપ્ટર 2' છે. તે 4 વર્ષ પહેલાની ફિલ્મની પ્રિક્વલમાં પણ જોવાં મળ્યાં હતા. ફિલ્મની ટીમ તરફથી સોશિયલ મીડિયા પર મોહન જુનેજાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.


KGF નિર્માતાઓએ દુઃખ વ્યક્ત કર્યું
મોહન જુનેજાના અવસાન પર KGFનું નિર્માણ કરતી હોમબેલ ફિલ્મ્સે તેમની તસવીર સાથે અભિનેતાને યાદ કર્યા છે. તસવીર સાથે પોસ્ટ કરતાં લખ્યું હતું, 'અમે મોહન જુનેજાને યાદ કરીએ છીએ.' તેની સાથે કેપ્શન આપવામાં આવ્યું હતું, 'અભિનેતા મોહન જુનેજાના પરિવાર, મિત્રો અને શુભેચ્છકો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના. તે કન્નડ ફિલ્મો અને અમારા KGF પરિવારમાં સૌથી વધુ ચર્ચિત ચહેરાઓમાંના એક હતા.

મૂવીઝ અને ટીવી સિરિયલો
મોહન જુનેજાએ 100થી વધુ વિવિધભાષાની ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાં તેમાં કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં ફિલ્મો સામેલ છે. તેમણે કન્નડ ફિલ્મ વોલ પોસ્ટરથી ફિલ્મી દુનિયામાં પદાર્પણ કર્યું હતું. આ સિવાય તેઓ ટીવી શો વાતારામાં પણ જોવા મળ્યા હતા. આ શોએ તેને ઘર-ઘર લોકપ્રિય બનાવ્યાં હતાં.
આજે રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
અભિનેતાના નિધન પર ચાહકોએ શોક વ્યક્ત કર્યો છે. ફેન્સ તેમની લાગણી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર મોહન જુનેજાના અંતિમ સંસ્કાર શનિવારે બેંગ્લોર ખાતે કરવામાં આવશે. આ દરમિયાન પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે.
Tags :
EntertainmentNewsGujaratFirstkannadactormohanjunejaKGFChapter2mohanjunejadeath
Next Article