Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અદનાન સામીની લેટેસ્ટ તસવીરો વાયરલ, બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને વિશ્વાસ નહીં થાય

અદનાન સામી તેની ગાયકી માટે તો જાણાતો છે પણ હવે એણે પોતાના ટ્રાન્સફોર્મેશનથી પણ બધાને ચોંકાવી દીધા છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે જેમાં તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહ્યો છે.અદનાને થોડા વર્ષો પહેલા તેનું વજન ખૂબ જ ઘટાડ્યું હતું, જેના કારણે તે પહેલા કરતાં એકદમ ફિટ દેખાવા લાગ્યો હતો. એક સમયે લોકો માટે તેને ઓળખવું પણ સરળ નહોતું તે ખરેખર આટલો પાતળો થઇ ગયો છે.બો
અદનાન સામીની લેટેસ્ટ તસવીરો વાયરલ  બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને વિશ્વાસ નહીં થાય
Advertisement
અદનાન સામી તેની ગાયકી માટે તો જાણાતો છે પણ હવે એણે પોતાના ટ્રાન્સફોર્મેશનથી પણ બધાને ચોંકાવી દીધા છે. તેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ છે જેમાં તે પહેલા કરતા વધુ ફિટ દેખાઈ રહ્યો છે.
અદનાને થોડા વર્ષો પહેલા તેનું વજન ખૂબ જ ઘટાડ્યું હતું, જેના કારણે તે પહેલા કરતાં એકદમ ફિટ દેખાવા લાગ્યો હતો. એક સમયે લોકો માટે તેને ઓળખવું પણ સરળ નહોતું તે ખરેખર આટલો પાતળો થઇ ગયો છે.
બોડી ટ્રાન્સફોર્મેશનની દુનિયામાં આજે તે એક આદર્શ બની ગયો છે. સાથે જ વેઇટ ઉતારવા મથતાં ઘણા લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. અદનાનની તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ વખતે તેણે માલદીવના વેકેશનની પોતાની તસવીરો પોસ્ટ કરી છે.
 
અદનાન સામી પરિવાર સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. લેટેસ્ટ ફોટોમાં તેણે બ્લેક ટીશર્ટ પહેરી છે. આ સાથે બ્લુ એવિએટર સનગ્લાસ પણ પહેર્યા છે. પાછળ સમુદ્ર જોઈ શકાય છે. અદનાન સામીએ તેના આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે - જસ્ટ ચિલિંગ. 
બીજી પોસ્ટમાં તે પરિવાર સાથે લંચ માણી રહ્યો છે. સાથે જ તે ફેમિલી સેલ્ફી લઈ રહ્યો છે. ચાહકોએ પણ તેના જૂના ફોટાં સાથે તેને કમ્પેર કરી રહ્યાં છે. એક ચાહકે કહ્યું, 'અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન.' એક યુઝરે લખ્યું, 'તમે આ બધું ખાઈ રહ્યા છો પરંતુ હું સમજી શકતો નથી કે વજન કેવી રીતે ઓછું થઈ રહ્યું છે.' બીજાએ લખ્યું, 'તે વધુ યુવાન થઈ રહ્યો છે.' એકે કહ્યું, 'ભાઈ, તમે અદનાન સામી નથી.' 
ઘણા યુઝર્સને અદનાનના ટ્રાન્સફોર્મેશન પર વિશ્વાસ નથી થતો અને ઘણાં તેને ફોટો એડિટિંગ પણ કહી રહ્યા છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે લાઈવ પરફોર્મન્સ દરમિયાન તેમનું વજન એટલું ઓછું દેખાતું નથી.
Tags :
Advertisement

.

×