Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'કાલા ચશ્મા' સોંગ પર આફ્રિકન બાળકો થયા વાયરલ, જોરદાર મૂવ્સ જોઇને થઇ જશો દંગ

નાના બાળકોનો બોલિવૂડ ગીત 'કાલા ચશ્મા' પર ડાન્સ કરતો વિડીયો સ્વદેશી એપ કૂ પર વાયરલ થઈ રહ્યો છે. કેનેડિયન લેખક અને સામ્યવાદી તારેક ફતાહ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં બાળકો આકર્ષક ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે, બહાર ઝૂંપડી જેવું દેખાય છે, 2016ની ફિલ્મ બાર બાર દેખોના લોકપ્રિય ગીતના બીટ્સ પર ડાન્સ કરી રહ્યાં છે, જેમાં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનિત હતા. જો કે હાલમાં આ સોં
 કાલા ચશ્મા  સોંગ પર આફ્રિકન બાળકો થયા વાયરલ  જોરદાર મૂવ્સ જોઇને થઇ જશો દંગ
Advertisement
નાના બાળકોનો બોલિવૂડ ગીત 'કાલા ચશ્મા' પર ડાન્સ કરતો વિડીયો સ્વદેશી એપ કૂ પર વાયરલ થઈ રહ્યો છે. કેનેડિયન લેખક અને સામ્યવાદી તારેક ફતાહ દ્વારા શેર કરવામાં આવેલ આ વિડીયોમાં બાળકો આકર્ષક ડ્રેસમાં જોવા મળી રહ્યાં છે, બહાર ઝૂંપડી જેવું દેખાય છે, 
2016ની ફિલ્મ બાર બાર દેખોના લોકપ્રિય ગીતના બીટ્સ પર ડાન્સ કરી રહ્યાં છે, જેમાં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનિત હતા. જો કે હાલમાં આ સોંગ પર લોકો અલગ અલગ અંદાજમાં થીરકતા જોવા મળે છે., લોકો આ ડાન્સ સોંગ પર રીલ બનાવીને શેર કરી રહ્યાં છે. 
થોડા દિવસો પહેલા ક્વિક સ્ટાઈલ નામના નોર્વેજીયન ડાન્સ ગ્રૂપનો કાલા ચશ્મા ગીત પર ગ્રુવિંગ કરતો એક વીડિયો વાયરલ થયો હતો અને હવે આ જ ગીત પર આફ્રિકન બાળકોના એક જૂથને ડાન્સ કરતા અન્ય વિડીયોએ ધૂમ મચાવી છે. આ વિડીયોમાં આફ્રિકન બાળકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ બાર બાર દેખોમાંથી કાલા ચશ્મા માટે ઉત્સાહપૂર્વક ગ્રુવ કરી રહ્યાં છે.
Advertisement

આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સ્મેશ ટેલેન્ટ ફાઉન્ડેશન UG દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પેજનો બાયો, ચાર મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે, સમજાવે છે કે તે એક એનજીઓ છે જે યુગાન્ડામાં સંગીત, નૃત્ય અને નાટકનો ઉપયોગ કરીને નબળા બાળકોને શિક્ષણ અને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડે છે.



તેઓએ કેપ્શન સાથે વિડીયો પોસ્ટ કર્યો, "હેલો બોલિવૂડ, અહીં અમે યુગાન્ડાથી તમારી બધી ખુશીઓ લઈને આવ્યા છીએ." વિડીયોમાં દરેક બાળક હિન્દી ગીત પર ઉમળકાભેર સ્ટેપ્સમાં ખુશખુશાલ અને અનર્જેટિક ડાન્સ કરે છે.
Advertisement
Tags :
Advertisement

.

×