PM તરીકે જાહેર થતાં જ છવાયા ઋષિ સુનક, બોલ્યાં એવું કે બ્રિટનવાસીઓ થયા ખુશખુશાલ
બ્રિટન(Britain)માં જશ્નનો માહોલ છે, ભારતવંશી ઋષિ સુનક(Rishi Sunak)ની PMતરીકે પસંદગી કરાઈ છે. PMતરીકે ચૂંટાયા બાદ સુનકે એક મોટું નિવેદન આપ્યું હતું. સુનકે કહ્યું કે હું પ્રતિજ્ઞા કરું છું કે હું તમારી ઈમાનદારી અને નમ્રતાથી સેવા કરીશ. હું બ્રિટનના લોકો માટે દિવસ-રાત કામ કરીશ. સુનકે પૂર્વ પીએમ લિઝ ટ્રસને પણ આ પ્રસંગે યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે હું લિઝ ટ્રુસનો આભાર માનું છું કે તેણે રાષ્ટ્રને જà«
04:55 PM Oct 24, 2022 IST
|
Vipul Pandya
બ્રિટન(Britain)માં જશ્નનો માહોલ છે, ભારતવંશી ઋષિ સુનક(Rishi Sunak)ની PMતરીકે પસંદગી કરાઈ છે. PMતરીકે ચૂંટાયા બાદ સુનકે એક મોટું નિવેદન આપ્યું હતું. સુનકે કહ્યું કે હું પ્રતિજ્ઞા કરું છું કે હું તમારી ઈમાનદારી અને નમ્રતાથી સેવા કરીશ. હું બ્રિટનના લોકો માટે દિવસ-રાત કામ કરીશ. સુનકે પૂર્વ પીએમ લિઝ ટ્રસને પણ આ પ્રસંગે યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે હું લિઝ ટ્રુસનો આભાર માનું છું કે તેણે રાષ્ટ્રને જે સેવા આપી છે. તેમણે ઘણા ફેરફારો વચ્ચે ગૌરવ સાથે સેવા આપી. તેમના સંસદીય સાથીદારો દ્વારા ટેકો મળ્યો અને કન્ઝર્વેટિવ અને યુનિયનિસ્ટ પક્ષોના નેતા તરીકે ચૂંટાયાનું સન્માન મળ્યું છે.
સ્થિરતા અને એકતા લાવવાની મારી ટોચની પ્રાથમિકતા
ઋષિ સુનકે કહ્યું કે દેશને એકસાથે લાવવાની અને સ્થિરતા અને એકતા લાવવાની મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. યુકે એક વિશાળ દેશ છે પરંતુ આપણે ઘણા આર્થિક પડકારનો સામનો કરીએ છીએ. હવે આપણને સ્થિરતા અને એકતાની જરૂર છે. હું મારી પાર્ટી અને દેશને સાથે લાવવાને મારી સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવીશ. આ એકમાત્ર રસ્તો છે કે આપણે પડકારોને દૂર કરી શકીએ અને આપણી ભાવિ પેઢીઓ માટે વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ.
પાર્ટી મુખ્યાલયમાં સુનકનું ભવ્ય સ્વાગત
પીએમ તરીકે જાહેર થયા બાદ ઋષિ સુનક પોતાની કારમાં કન્ઝર્વેટીવ પાર્ટીના મુખ્યાલય પહોંચ્યાં હતા. સુનક જેવા કારમાંથી નીચે ઉતર્યાં કે તરત ત્યાં હાજર પુરુષ અને મહિલા સાંસદોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. ઋષિ સુનક પણ એક પછી એક સાંસદને મળીને આગળ વધતા ગયા હતા. આ દરમિયાન કેટલીક મહિલા સાંસદોએ સુનકને કીસ કરી હતી. સુનક પીએમ બનતા મહિલા સાંસદો ખૂબ ખુશ થઈ છે.
ઋષિ સુનકને નવા પીએમ તરીકે જાહેર કરાયા
કન્ઝર્વેટીવ પાર્ટીએ તેના નવા લીડર તરીકે ભારતવંશી ઋષિ સુનકની પસંદગી કરી છે. ભારતીયનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે જેમનું નામ સામે આવ્યું છે તેઓ ઋષિ સુનક મુળ ભારતીય છે. સુનકે ભારત સાથે સારી એવી મિત્રતા ધરાવે છે. જેનાથી ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબુત બનશે. પ્રાપ્ત માહિતી અનુસાર ઋષિ સુનક ભારત સાથે સારા સંબંધો રાખ્યા છે જેથી PM બન્યા બાદ પણ સંબંધોમાં વધારો સારા થશે જેનાથી પરસ્પર બંન્ને દેશોને લાભદાયી સાબિત થશે.
Next Article