Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા બાદ પંતે કર્યું કઇંક એવું કે રવિ શાસ્ત્રી થવા લાગ્યા ટ્રોલ

ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતની જીતના હીરો રહેલા રિષભ પંતે બધાના દિલ જીતી લીધા હતા. આ જ કારણ હતું કે, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ઈનામમાં શેમ્પેનની બોટલ આપવામાં આવી હતી. પરંતુ પંતે આ શેમ્પેનની બોટલ ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને આપી ત્યારબાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો. ભારતીય વિકેટ કીપર બેટ
પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયા બાદ પંતે કર્યું કઇંક એવું કે રવિ શાસ્ત્રી થવા લાગ્યા ટ્રોલ
Advertisement
ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતની જીતના હીરો રહેલા રિષભ પંતે બધાના દિલ જીતી લીધા હતા. આ જ કારણ હતું કે, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તેને ઈનામમાં શેમ્પેનની બોટલ આપવામાં આવી હતી. પરંતુ પંતે આ શેમ્પેનની બોટલ ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને આપી ત્યારબાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થવા લાગ્યો. 
ભારતીય વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે રવિવારે માન્ચેસ્ટરમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. પંતની ઈનિંગની મદદથી ભારતે નિર્ણાયક મેચમાં ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી. પંતે હાર્દિક પંડ્યા (71) સાથે પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી અને ત્યારબાદ તેની ODI કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી. રિષભ પંતને તેની શાનદાર ઈનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પંતે 113 બોલમાં 16 ચોક્કા અને બે છક્કાની મદદથી અણનમ 125 રન બનાવ્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ તરીકે પંતને મેડલ અને શેમ્પેનની બોટલ આપવામાં આવી હતી.

પંતે પોતાનો ઈન્ટરવ્યૂં પૂરો કર્યો કે તુરંત જ તે ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને મળવા ગયો, જે હાલમાં કોમેન્ટ્રી પેનલનો ભાગ છે. હાલમાં આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, રિષભ પંત કોમેન્ટેટર અને આ સીરીઝના ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પાસે જાય છે, હાથ મિલાવે છે, તેને ગળે લગાવે છે અને પછી તેને શેમ્પેનની બોટલ આપે છે. 
આ પછી પંત અને શાસ્ત્રી પણ મજાક-મસ્તી કરતો જોવા મળે છે. ત્યારબાદ પંત ટીમ સાથે પાછો ફરે છે અને શાસ્ત્રી તેની કોમેન્ટ્રી ટીમ સાથે શેમ્પેનની બોટલ લઇને જાય છે. આ ઘટનાનો આ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ઈંગ્લેન્ડને હરાવી જ્યારે ભારતીય ટીમ ટ્રોફી જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે ખેલાડીઓએ મેદાન પર શેમ્પેઈન ફ્લોન્ટ કરી હતી. ત્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ રવિ શાસ્ત્રીને શેમ્પેન ઓફર કરી હતી. તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જોકે, કોહલીએ આ ઓફર કર્યા બાદ શાસ્ત્રીએ તેનો સ્વીકાર ન કર્યો, પરંતુ દૂરથી ઉભા થઈને તેનું અભિવાદન કર્યું.
Advertisement
Tags :
Advertisement

.

×