સીએમ યોગી બાદ હવે ભારતીય હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ પણ હેક
સોશિયલ મીડિયા
હેકર્સનું નેટવર્ક દિવસેને દિવસે વધી રહ્યું છે. ભારતમાં દરરોજ મોટી હસ્તીઓ અને
સંસ્થાઓના ટ્વિટર એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. ત્યારે હવે શનિવારે ભારતીય હવામાન વિભાગ (IMD)નું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં
આવ્યું હતું. જ્યારે આ એકાઉન્ટ પરની પ્રોફાઇલ પિક્ચર હટાવી દેવામાં આવ્યું હતું. ટ્વિટર
એકાઉન્ટ હેક થયાની પુષ્ટિ હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ કરી છે. તેમણે
કહ્યું કે, અમારું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે, અમે તેને ફરીથી રિસ્ટોર કરવાનો પ્રયાસ કરી
રહ્યા છીએ.
હેકર્સે ટ્વિટર
એકાઉન્ટ હેક કર્યું અને તેના પર NFTs ટ્રેડિંગ શરૂ કર્યું. હેકર્સે આ એકાઉન્ટ પરથી ફરીથી ટ્વિટ કર્યું, જેમાં લખ્યું હતું કે, જેમ જેમ Beanz સત્તાવાર કલેક્શન ખુલી રહ્યું છે, અમે આગામી 2 કલાક માટે સમુદાયના તમામ સક્રિય NFT વેપારીઓ માટે એરડ્રોપ ખોલી દીધું છે. આ સાથે
હેકર્સે એક GIF
પણ જોડ્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લગભગ 2.5 લાખ ફોલોઅર્સ છે.
તમને જણાવી દઈએ
કે હેકર્સે સીએમ યોગીના કાર્યાલયના ટ્વિટર હેન્ડલને હેક કર્યા પછી, તેણે પ્રોફાઇલ પિક્ચર બદલ્યો અને એક પછી એક
ટ્વિટ કર્યુ
જેમાં સેંકડો
વપરાશકર્તાઓને ટેગ કરવામાં આવ્યા. આ સિવાય ટાઈમલાઈન પર વિવિધ પ્રકારના ફોટા અપલોડ
કરવામાં આવ્યા હતા.