Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાવરકુંડલા શહેરમાં આવીને સિંહણ પાણીના અવેડામાં પાણી પીતી કેમેરામાં થઈ કેદ..

અમરેલી(Amreli)જિલ્લાના ગાંડી ગીર બાદ રેવેન્યુ વિસ્તારોમાં ડાલામથ્થા સિંહોનો વસવાટ છે ત્યારે શિકારની ગામડાઓમાં ઘૂસતા સિંહો હવે શહેરોમાં પહોંચી ગયા છે ને સાવરકુંડલા (Savarkundla)શહેરમાં પીવાના પાણીના અવેડા સુધી પહોંચીને એક સિંહણે પાણી પીતી ગુજરાત 1st ના મોબાઈલ કેમરામાં કેદ થઈ હતી.સાવરકુંડલા શહેરનો મહુવારોડ વિસ્તાર અને આ પીવાના પાણી ન અવેડા ટાંકી પર ચઢીને પાણી પીતી સિંહણ ગઈકાલે રાત્રે મોબ
સાવરકુંડલા શહેરમાં આવીને સિંહણ પાણીના અવેડામાં પાણી પીતી કેમેરામાં થઈ કેદ
Advertisement
અમરેલી(Amreli)જિલ્લાના ગાંડી ગીર બાદ રેવેન્યુ વિસ્તારોમાં ડાલામથ્થા સિંહોનો વસવાટ છે ત્યારે શિકારની ગામડાઓમાં ઘૂસતા સિંહો હવે શહેરોમાં પહોંચી ગયા છે ને સાવરકુંડલા (Savarkundla)શહેરમાં પીવાના પાણીના અવેડા સુધી પહોંચીને એક સિંહણે પાણી પીતી ગુજરાત 1st ના મોબાઈલ કેમરામાં કેદ થઈ હતી.
સાવરકુંડલા શહેરનો મહુવારોડ વિસ્તાર અને આ પીવાના પાણી ન અવેડા ટાંકી પર ચઢીને પાણી પીતી સિંહણ ગઈકાલે રાત્રે મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી પીવાના પાણીની તૃષા છીપવવા માટે સાવરકુંડલા શહેરના મહુવા રોડ વિસ્તારોમાં સિંહણે આંટાફેરા કર્યા હતા સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા રહેણાંકી વિસ્તારોમાં સિંહણ દેખાતા રહેણાંકી વિસ્તારોમાં હિંસક પશુ શહેર સુધી પહોંચ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે મહુવા રોડ મલેક કુટુંબ ના ભેંશો ના તબેલાના અવેડાની ટાંકી ઉપર ચઢીને  સિંહણ પાણી પીતી નજરે ચઢી હતી 
સિંહણ રહેણાંકી વિસ્તારમાં હોવાનો વીડિયો મોબાઈલ કેમેરામાં આબાદ રીતે ઝડપાઇ ગઈ હતી આ જ વિસ્તારમાં એક દીપડી અને તેના બચ્ચાઓ અવારનવાર નજરે ચડે છે ને દીપડાનું રહેઠાણ બાદ સાવરકુંડલાના મહુવા રોડ વિસ્તારમાં સિંહણ પહોંચતા હવે સ્થાનિક રહીશોને  દીપડાના ભય બાદ સિંહણ નજરે જોઈ હોય ને મોબાઈલ કેમેરામાં કેદ થઈ  હોવા છતાં વનવિભાગ નિંદ્રાધિન હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે 
ત્યારે સ્થાનિક રહીશોને  દીપડાના હુમલાના ડર બાદ સિંહણના આગમનથી રહેણાંકી વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હોય ત્યારે સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોડી રાત્રીના 1 સિંહણ બે સિંહબાળ સાવરકુંડલાના એસટી બસ સ્ટેન્ડના સામેના ભાગમાં જોવા મળેલી હતી ને બાજુ માજ રેલવે ટ્રેક હોય ને સિંહણ ને સિંહબાળ ટ્રેઈન હડફેટે આવવાની પણ દહેશત સિંહપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બે સિંહબાળ સાથે સાવરકુંડલા શહેરમા લટાર મારી ચૂકેલ સિંહણ જ આ પાણીના અવેડા માં પાણી પીતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બે બે સિંહબાળ સાથે સિંહણને વનવિભાગ શહેર અને રેલવે ટ્રેકથી દૂર જંગલ વિસ્તાર તરફ મૂકે ને દીપડાને પાંજરે પુરે તેવી લાગણીઓ વ્યક્ત થાય રહી છે
Tags :
Advertisement

.

×