કેનેડામાં કોરોના બાદ હવે આ બિમારીનો વધ્યો ખતરો, દર્દીઓની સંખ્યામાં થયો વધારો
આજે સમગ્ર વિશ્વમાં ભલે કોરોના વાયરસના(Corona virus) કેસો ઓછા થઇ રહ્યા હોય, પરંતુ સાવધાની આજે પણ જરૂરી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે કેનેડામાં (Canada)કોરોના બાદ હવે એક નવો ખતરો કેનેડિયન લોકો સામે આવ્યો છે. જેનું નામ ટ્રાઈડેમિક છે. કોરોનાવાયરસ કે જેણે થોડા જ દિવસોમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો, જેના કારણે લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. જેના કેસ હવે ઓછા થઇ ગયા છે પરંતું કેનેડા મ
Advertisement
આજે સમગ્ર વિશ્વમાં ભલે કોરોના વાયરસના(Corona virus) કેસો ઓછા થઇ રહ્યા હોય, પરંતુ સાવધાની આજે પણ જરૂરી છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે કેનેડામાં (Canada)કોરોના બાદ હવે એક નવો ખતરો કેનેડિયન લોકો સામે આવ્યો છે. જેનું નામ ટ્રાઈડેમિક છે.
કોરોનાવાયરસ કે જેણે થોડા જ દિવસોમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો, જેના કારણે લાખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. જેના કેસ હવે ઓછા થઇ ગયા છે પરંતું કેનેડા માટે એક નવું સંકટ સામે આવી ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર, આ ભયનું નામ ટ્રાઇડેમિક(Tridemic) છે. આ ટ્રાઇડેમિક કેમ આટલું ખતરનાક છે અને કયા લોકો પર વધુ જોખમ છે, ચાલો જાણીએ. આ ટ્રાઈડેમિક કોવિડ, ફ્લૂ અને રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસથી બનેલું છે. આ બિમારી કેનેડામાં તબાહી મચાવી રહી છે. આ વાયરસના કારણે દેશભરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. ટ્રાઈડેમિકથી પરિસ્થિતિ એટલી ખરાબ થઇ રહી છે કે લોકોને હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યા નથી. લોકોની દેખભાળ કરવા માટે એક્સ્ટ્રા એરેન્જમેન્ટ કરવી પડી રહી છે.
એક રિપોર્ટની માનીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેસનની જાહેર કરવામાં આવેલી ચેતવણી વચ્ચે શ્વાસથી જોડાયેલી બિમારીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ન માત્ર કેનેડા પણ અન્ય દેશ આ વાયરસનો શિકાર બની રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસના સૌથી વધુ કેસ બાળકોમાં જોવા મળે છે. મહત્વનું છે કે, શ્વસન સંબંધી બિમારીના કેસોમાં થયેલા વધારાને જોતા, કેનેડિયન રેડ ક્રોસે કહ્યું કે, તેઓ ઇસ્ટર્ન ઓન્ટારિયોની ચિલ્ડ્રન્સ હોસ્પિટલને મદદ કરવા આવી રહ્યા છે.
આ પણ વાંચો - નોર્થ કોરિયામાં બે વિદ્યાર્થીઓને સાઉથ કોરિયન મૂવી જોવા બદલ મળી મોતની સજા, જાહેરમાં ગોળીઓથી વિંધી દેવાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


