ફ્રીજમાં રાખેલો બાંધેલો લોટ કેટલા કલાક બાદ બગડી જાય છે?
બાંધેલાં લોટનો સ્વાદ 6 થી 7 કલાક પછી બદલાય છે. તેમાં થતાં કેમિકલ ચેન્જિસથી ફૂડનું ટેક્સચર બદલાઈ જાય છે. જેના કારણે તે હેલ્થ માટે હાનિકારક બની જાય છે. લોટ બાંધ્યાનાં બે કલાક બાદ તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે.તેથી રોટલી બનાવવા માટે હંમેશા તાજા બાંધેલા લોટનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો કણક વધી પડે તો તેને એર ટાઇટ કાચનાં ડબ્બામાં ભરી લો.ફ્રિજમાં 7 કલાકથી વધુ સમય સુધી રાખેલો લોટ કઠણ થઈ જાય à
02:19 PM Jul 20, 2022 IST
|
Vipul Pandya
- બાંધેલાં લોટનો સ્વાદ 6 થી 7 કલાક પછી બદલાય છે.
- તેમાં થતાં કેમિકલ ચેન્જિસથી ફૂડનું ટેક્સચર બદલાઈ જાય છે.
- જેના કારણે તે હેલ્થ માટે હાનિકારક બની જાય છે.
- લોટ બાંધ્યાનાં બે કલાક બાદ તેમાં બેક્ટેરિયા વધવા લાગે છે.
- તેથી રોટલી બનાવવા માટે હંમેશા તાજા બાંધેલા લોટનો ઉપયોગ કરવો હિતાવહ છે.
- જો કણક વધી પડે તો તેને એર ટાઇટ કાચનાં ડબ્બામાં ભરી લો.
- ફ્રિજમાં 7 કલાકથી વધુ સમય સુધી રાખેલો લોટ કઠણ થઈ જાય છે અને કાળો પડવા લાગે છે.
- જો લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો કેમિકલ રિએક્શનથી તે બગડી જાય છે.
- જેનું સેવન કરવાથી આંતરડામાં ગડબડ થવાના ચાન્સ વધી જાય છે.
- આ લોટના સેવનના કારણે એસિડિટી, અપચો અને પેટમાં દુખાવો જેવી અનેક પ્રકારની પેટની બીમારીઓ થાય છે.
- તેના સેવનથી ફૂડ પોઇઝનિંગ થતાં સ્વાસ્થ્ય કથળી શકે છે.
- જ્યારે ફ્રિજમાં રાખેલો લોટ કાળો પડવાં લાગે છે તો તેનો અર્થ એ છે કે તેમાં ફંગસ વધી રહી છે.
- આ લોટમાંથી બનેલી પુરી કે પરાઠા ખાવાથી પેટમાં ઇન્ફેક્શન અને ડાયેરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- પોષણક્ષમ મૂલ્યમાં ઘટાડો થાય છે.
- રોટલીનાં લોટમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન-ઈ, બી-કોમ્પ્લેક્સ અને 13 એમિનો એસિડ હોય છે, પરંતુ ફ્રિજમાં રાખેલા લોટમાં પોષકતત્વોની ઉણપ હોય છે. આવાં લોટની બનેલી રોટલીમાં પોષણક્ષમ મૂલ્યો નહિવત્ પ્રમાણમાં હોય છે.
- જો આ લોટમાંથી ગંધ આવે તો તેનો ઉપયોગ ભૂલથી પણ ન કરશો.
- જો કણકનો રંગ કાળો પડી ગયો હોય અથવા ગંધ આવી ગઈ હોય તો તેનો ઉપયોગ કરવાનું ટાળશો.
Next Article