જામનગરમાં JCC બાદ વધુ એક હોસ્પિટલનું કૌભાંડ!
- જામનગરમાં JCC બાદ વધુ એક હોસ્પિટલનું કૌભાંડ!
- PMJAY યોજનામાંથી લાખો રૂપિયા ખાટવાનો કારસો
- ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ
- હોસ્પિટલમાં 35 જેટલાં દર્દીના જરૂર વગર ઓપરેશન કર્યા
Jamnagar : ગુજરાતના તબીબી જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે. હજુ થોડા સમય પહેલા જ જામનગરની જે.સી.સી. (JCC) હોસ્પિટલનું કૌભાંડ શાંત થયું નથી, ત્યાં હવે ઓશવાળ આયુષ હોસ્પિટલનું એક મોટું કારસ્તાન પકડાયું છે. સરકારની લોકકલ્યાણકારી યોજના PMJAY (આયુષ્માન ભારત યોજના) નો ગેરલાભ ઉઠાવીને હોસ્પિટલે દર્દીઓના સ્વાસ્થ્ય સાથે જે ચેડાં કર્યા છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. આ માત્ર આર્થિક કૌભાંડ નથી, પરંતુ માનવતા નેવે મૂકીને કરાયેલું કૃત્ય છે.
શું છે સમગ્ર મામલો? લાલચમાં દર્દીઓના જીવ જોખમમાં
આયુષ્માન ભારત યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન છે, જેથી તેઓ મોંઘી સારવાર મફતમાં મેળવી શકે. પરંતુ જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલે આ યોજનાને કમાણીનું સાધન બનાવી દીધું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ ભેગા મળીને PMJAY યોજનામાંથી રૂપિયા ખંખેરવા માટે એક વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું હતું. ચોંકાવનારી વિગત એ છે કે, હોસ્પિટલમાં આવેલા 35 જેટલા દર્દીઓને ખરેખર હૃદયના ઓપરેશનની કે સ્ટેન્ડ મુકવાની કોઈ જરૂર જ નહોતી. તેમ છતાં, ડોક્ટરોએ આ દર્દીઓને ડરાવીને અથવા ગેરમાર્ગે દોરીને તેમની એન્જીયોપ્લાસ્ટી કરી નાખી અને સ્ટેન્ડ બેસાડી દીધા. આ બિનજરૂરી ઓપરેશનો માત્ર એટલા માટે કરવામાં આવ્યા જેથી સરકાર પાસેથી સારવારના પૈસા ક્લેમ કરી શકાય.
આ પણ વાંચો : Jamnagar : હવે તો હદ થઇ ગઇ! ઓશવાળ આયુષ હોસ્પિટલમાં 35 જેટલાં દર્દીના જરૂર વિના ઓપરેશન કરાયા


