ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુનીર-ભુટ્ટો બાદ હવે શહેબાઝ શરીફની ફાંકા ફોજદારી

Shehbaz Sharif : પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની અસર હવે રાજકીય અને રાજદ્વારી મંચ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં, જેના કારણે પડોશી દેશ ગુસ્સે ભરાયો છે.
01:10 PM Aug 13, 2025 IST | Hardik Shah
Shehbaz Sharif : પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની અસર હવે રાજકીય અને રાજદ્વારી મંચ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં, જેના કારણે પડોશી દેશ ગુસ્સે ભરાયો છે.

Shehbaz Sharif : પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાની અસર હવે રાજકીય અને રાજદ્વારી મંચ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં, જેના કારણે પડોશી દેશ ગુસ્સે ભરાયો છે. ભારતના નિર્ણયોને લઈને પાકિસ્તાન સરકાર સતત આક્રમક નિવેદનો આપી રહી છે. આ યાદીમાં હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) નું નામ પણ ઉમેરાયું છે. તાજેતર સુધી ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરનાર શરીફે હવે સીધી ધમકી આપતા શબ્દો વાપર્યા છે.

શાહબાઝ શરીફની આક્રમક ભાષા

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) એ જાહેર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ભારતને પાકિસ્તાનના પાણીનું એક ટીપું પણ છીનવી લેવા નહીં દેવામાં આવે. તેમણે ચેતવણી આપી કે જો ભારત પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેનો જવાબ એટલો કડક મળશે કે તેને પસ્તાવો થશે. આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં ભારત દ્વારા લેવાયેલ એક મોટો નિર્ણય છે — 1960માં થયેલી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો. પહેલગામ હુમલાના બીજા જ દિવસે આ નિર્ણય જાહેર થયો હતો. આ સંધિ અંતર્ગત સિંધુ નદી અને તેની ઉપનદીઓના પાણીના વહેચાણ અંગેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાને આ પગલાને ગંભીર ચેતવણી સાથે પ્રતિસાદ આપ્યો છે અને કહ્યું છે કે પાણી રોકવા માટેનું કોઈપણ પગલું યુદ્ધ સમાન માનવામાં આવશે.

વલણમાં બદલાવ

વિશેષ વાત એ છે કે થોડા સમય પહેલાં જ PM શરીફે ભારત સાથે 'અર્થપૂર્ણ વાતચીત' કરવાની પોતાની તૈયારી જાહેર કરી હતી. બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથેની મુલાકાત દરમિયાન શરીફે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ તમામ પડતર મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે શોધવા માંગે છે. પરંતુ પહેલગામ હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેમના નિવેદનોમાં નરમાશની જગ્યાએ આક્રમકતા જોવા મળી રહી છે.

તણાવમાં વધારો

ભારતના કડક પગલાં અને પાકિસ્તાનના પ્રતિક્રિયાત્મક નિવેદનોને કારણે બંને દેશો વચ્ચે તણાવનું સ્તર વધ્યું છે. પાણીના મુદ્દા પર આવી જાહેર ધમકીઓ ભવિષ્યમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ જટિલ બનાવી શકે છે. હાલ નજર તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ પર છે કે આ તણાવમાં મધ્યસ્થતા માટે કોઈ આગળ આવે છે કે નહીં.

આ પણ વાંચો :  પેન્ટાગનના પૂર્વ અધિકારીએ Asim Munir ની ભાષાને ઓસામા બિન લાદેન જેવી ગણાવી

Tags :
Cross-border RelationsDiplomatic EscalationGujarat FirstHardik ShahIndia Pakistan TensionsIndo Pak ConflictIndus Water Treaty suspensionpahalgam terror attackpakistan prime ministerPakistan Warning to IndiaShehbaz SharifWater dispute
Next Article