Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈના ઘાટકોપરમાં લાઉડ સ્પિકરમાં વાગી રહી છે 'હનુમાન ચાલીસા', રાજ ઠાકરેએ આપી હતી મસ્જિદોને ચેતવણી

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી હિજાબ અને મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે આજે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવખત લાઉડ સ્પિકરને લઈને નિવેનદ આપ્યું છે. મહારાષ્ટ્રમાં ફરી એકવખત મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને એક રેલીમાં રાજ ઠાકરેએ નિવેદન આપ્યું હતુ કે  જો મસ્જીદોમાં જો લાઉડ સ્પિકર બંધ નહીં કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં તમામ મસ્જીદોની સામે સ્પિકર લગાવીને હનુàª
મુંબઈના ઘાટકોપરમાં લાઉડ સ્પિકરમાં વાગી રહી છે  હનુમાન
ચાલીસા   રાજ ઠાકરેએ આપી હતી મસ્જિદોને ચેતવણી
Advertisement

ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી
હિજાબ અને મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે આજે મનસે
પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવખત લાઉડ સ્પિકરને લઈને નિવેનદ આપ્યું છે. મહારાષ્ટ્રમાં
ફરી એકવખત મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને એક રેલીમાં રાજ ઠાકરેએ નિવેદન આપ્યું હતુ
કે  જો મસ્જીદોમાં જો લાઉડ સ્પિકર બંધ નહીં
કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં તમામ મસ્જીદોની સામે સ્પિકર લગાવીને હનુમાન ચાલીસા
વગાડવામાં આવશે. આ નિવેદન આપ્યા બાદ અનેક જગ્યાએ લોકોએ સ્પિકરમાં હનુમાન ચાલીસા
વગાડવાનું ચાલુ પણ કરી દીધું છે.
મહારાષ્ટની રાજઘાની મુંબઈમા મસ્જીદોમાં નમાજ
પઢવાનું ચાલુ છે. તો બીજી તરફ રાજ ઠાકરેની ચેતવાણી બાદ ઘાટકોપર કાર્યાલય પર સ્પિકર
લગાવી દેવામા આવ્યા છે અને હનુમાન ચાલીસા વગાડી રહ્યા છે.

#WATCH 'Hanuman Chalisa' being played from loudspeakers at the Maharashtra Navnirman Sena office in Mumbai's Ghatkopar

MNS Chief Raj Thackeray yesterday said, "I am warning now...Remove loudspeakers or else will put loudspeakers in front of the mosque and play Hanuman Chalisa." pic.twitter.com/nERn23Vg7M

— ANI (@ANI) April 3, 2022" title="" target="">javascript:nicTemp();

રાજ
ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે હું અત્યારે તો ચેતવણી આપી રહ્યો છું કે મસ્જીદોમાં
લાઉડ સ્પિકર હટાવી દે જો નહીંતર હું મસ્જીદોની સામે લાઉડ સ્પિકર લગાવી દઈશ અને તેમાં
ઉંચા અવાજે હનુમાન ચાલીસા વગાડીશ. રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીને સંબોધન
કરતા કહ્યું હતું કે મસ્જિદોમાં આટલા ઉંચા અવાજે કેમ નમાજ વાંચવામાં આવે છે
? જો આ બંધ કરવામાં નહીં આવે તો તેના તેના
કરતા ડબલ અવાજમાં હવે અમે હનુમાન ચાલીસા વગાડીશું.

રાજ
ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે મને કોઈ પ્રાર્થના કરે તો તેનાથી કોઈ મુશ્કેલી નથી
અને હું કોઈ ધર્મનો વિરોધ પણ કરતો નથી. પરંતુ મને મારા ધર્મ પ્રત્યે ગર્વ છે. આ
સાથે જ રાજ ઠાકરેએ એનસીપી નેતા શરદ પવાર પર પણ નિશાન સાધ્યુ હતું. રાજ ઠાકરેએ
કહ્યું કે શરદ પવાર જાતિના નામે મુદ્દો ઉઠાવીને સમાજમાં જાતિની રાજનીતિ કરે છે.


રાજ
ઠાકરેના આ નિવેદન બાદ હવે એનસીપી નેતા શરદ પવારે પણ પલટવાર કર્યો છે અને રાજ
ઠાકરેના નિવેદનને ખોટું ગણાવીને કહ્યું કે, રાજ ઠાકરે ક્યારેય પોતાના નિવેદન પર
કાયમ રહેતા નથી. તે 3-4 મહિનાઓ સુધી સુઈ જાય છે અને ભાષણ કરવા અચાનક જાગી જાય છે.
આ તેમની ખાસિયત છે. શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે રાજ ઠાકરેએ એનસીપીનો ઈતિહાસ
વાંચી લેવો જોઈએ. અમે તમામ લોકોને ભેગા કર્યા છે.

                

Advertisement
Tags :
Advertisement

.

×