મુંબઈના ઘાટકોપરમાં લાઉડ સ્પિકરમાં વાગી રહી છે 'હનુમાન ચાલીસા', રાજ ઠાકરેએ આપી હતી મસ્જિદોને ચેતવણી
ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી
હિજાબ અને મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને વિવાદ ચાલી રહ્યા છે. ત્યારે આજે મનસે
પ્રમુખ રાજ ઠાકરેએ ફરી એકવખત લાઉડ સ્પિકરને લઈને નિવેનદ આપ્યું છે. મહારાષ્ટ્રમાં
ફરી એકવખત મસ્જીદોમાં લાઉડ સ્પિકરને લઈને એક રેલીમાં રાજ ઠાકરેએ નિવેદન આપ્યું હતુ
કે જો મસ્જીદોમાં જો લાઉડ સ્પિકર બંધ નહીં
કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં તમામ મસ્જીદોની સામે સ્પિકર લગાવીને હનુમાન ચાલીસા
વગાડવામાં આવશે. આ નિવેદન આપ્યા બાદ અનેક જગ્યાએ લોકોએ સ્પિકરમાં હનુમાન ચાલીસા
વગાડવાનું ચાલુ પણ કરી દીધું છે. મહારાષ્ટની રાજઘાની મુંબઈમા મસ્જીદોમાં નમાજ
પઢવાનું ચાલુ છે. તો બીજી તરફ રાજ ઠાકરેની ચેતવાણી બાદ ઘાટકોપર કાર્યાલય પર સ્પિકર
લગાવી દેવામા આવ્યા છે અને હનુમાન ચાલીસા વગાડી રહ્યા છે.
રાજ
ઠાકરેના આ નિવેદન બાદ હવે એનસીપી નેતા શરદ પવારે પણ પલટવાર કર્યો છે અને રાજ
ઠાકરેના નિવેદનને ખોટું ગણાવીને કહ્યું કે, રાજ ઠાકરે ક્યારેય પોતાના નિવેદન પર
કાયમ રહેતા નથી. તે 3-4 મહિનાઓ સુધી સુઈ જાય છે અને ભાષણ કરવા અચાનક જાગી જાય છે.
આ તેમની ખાસિયત છે. શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે રાજ ઠાકરેએ એનસીપીનો ઈતિહાસ
વાંચી લેવો જોઈએ. અમે તમામ લોકોને ભેગા કર્યા છે.