ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રામપુર બાદ આઝમગઢ સીટ પણ સપાએ ગુમાવી, ભાજપના ઉમેદવાર નિરહુઆની જીત

ઉત્તર પ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. સમાજવાદી પાર્ટીને વધારે એક ઝટકો મળ્યો છે. રામપુર બાદ આઝમગઢમાં પણ ભાજપે જીતી મેળવી છે. આઝમગઢથી ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત મેળવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર અને અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. 3 વર્ષ પહેલા 2019ની સામાન્ય ચૂંટણીમાં અખિલેશ યાદવે નિરહુઆને ખરાબ રીતે હરાવ્યા હતા. ચૂંટણી પંચàª
12:59 PM Jun 26, 2022 IST | Vipul Pandya
ઉત્તર પ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. સમાજવાદી પાર્ટીને વધારે એક ઝટકો મળ્યો છે. રામપુર બાદ આઝમગઢમાં પણ ભાજપે જીતી મેળવી છે. આઝમગઢથી ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત મેળવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર અને અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. 3 વર્ષ પહેલા 2019ની સામાન્ય ચૂંટણીમાં અખિલેશ યાદવે નિરહુઆને ખરાબ રીતે હરાવ્યા હતા. ચૂંટણી પંચàª
ઉત્તર પ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણીમાં ભાજપે બમ્પર જીત નોંધાવી છે. સમાજવાદી પાર્ટીને વધારે એક ઝટકો મળ્યો છે. રામપુર બાદ આઝમગઢમાં પણ ભાજપે જીતી મેળવી છે. આઝમગઢથી ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત મેળવી છે. નિરહુઆએ સપાના ઉમેદવાર અને અખિલેશ યાદવના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને હરાવ્યા છે. 3 વર્ષ પહેલા 2019ની સામાન્ય ચૂંટણીમાં અખિલેશ યાદવે નિરહુઆને ખરાબ રીતે હરાવ્યા હતા. 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે પેટાચૂંટણીમાં ભાજપના નિરહુઆને 3,12,768 વોટ મળ્યા છે. જ્યારે સપાના ધર્મેન્દ્ર યાદવને 3,04,089 વોટ મળ્યા છે. ગુડ્ડુ જમાલીને 2,66,210 મત મળ્યા છે. તો ચોથા નંબર પર NOTAના ખાતામાં 4,732 મત ગયા છે. અહીં નિરહુઆએ 8500થી વધુ મતોથી ચૂંટણી જીતી છે. એવું માનવામાં આવે છે કે બસપાએ રામપુરમાં વોકઓવર આપ્યો અને આઝમગઢમાં પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારીને સપાના તમામ સમીકરણો બગાડી દીધા.
અખિલેશનો દાવ સફળ ન થઈ શક્યો
2022માં અખિલેશ યાદવે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ લોકસભાની સદસ્યતામાંથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી આ સીટ ખાલી પડી હતી. અખિલેશે આ સીટ પરથી પોતાના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે તેનો દાવ સફળ ના થયો અને તે ખરાબ રીતે હારી ગયો. લોકસભા ચૂંટણી બાદ પણ નિરહુઆ આઝમગઢ સીટ પર સક્રિય જોવા મળ્યા હતા અને વિસ્તારના મુદ્દા ઉઠાવતા રહ્યા હતા.
પેટાચૂંટણી ભારે રસાકસી ભરી
આઝમગઢ સીટ પર પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન નિરહુઆ અને ધર્મેન્દ્ર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મતગણતરીના દરેક રાઉન્ડ બાદ બંનેના મતોએ ચૂંટણીને રસપ્રદ બનાવી હતી. છેલ્લા તબક્કામાં નિરહુઆએ જીત મેળવી હતી અને નિર્ણાયક લીડ મેળવી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શું કહ્યું?
રામપુર અને આઝમગઢ એમ બંને બેઠક પર ભાજપની જીત થતા યોગી આદિત્યનાથે કહ્યું કે બંને પડકારજનક લડાઈને જીતમાં બદલીને ભાજપે 2024 માટે દૂરગામી સંદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશની અંદર બે લોકસભા પેટાચૂંટણીમાં ડબલ એન્જિનની ભાજપ સરકારે ડબલ જીત મેળવી છે. આદરણીય વડાપ્રધાનનું સફળ નેતૃત્વ, પ્રદેશ ભાજપનું નેતૃત્વ અને કાર્યકરોનું સમર્થન ડબલ એન્જિનની ભાજપ સરકારને સતત મળી રહ્યું છે. આ ચૂંટણી પીએમ મોદીના વિઝનને આગળ ધપાવવાનું અભિયાન છે. 2024માં વિજયશ્રી માટે પણ આ એક દૂરગામી સંદેશ છે. 2024માં ભાજપ યુપીમાં પ્રચંડ બહુમતી સાથે જીતશે. યુપીમાં ભાજપ 80માંથી 80 સીટો જીતશે. આજની જીતમાં આ સંદેશ સ્પષ્ટપણે આવ્યો છે.
Tags :
AzamgarhAzamgarhBypollAzamgarhBypoll2022ResultBJPBypollGujaratFirstNirahuaRampurYogiAdityanath
Next Article