Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાઇકોર્ટના નિર્ણય બાદ પરીક્ષા ખંડમાંથી બહાર નિકળી વિદ્યાર્થીનીઓ, પરીક્ષાનો કર્યો બહિષ્કાર

ગયા મહિને કર્ણાટકમાંથી શરુ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ફેલાયો હતો. કર્ણાટકમાં તો રાજ્યભરના શાળા કોલેજ બંધ કરવાની ફરજ પણ પડી હતી. આ સિવાય કર્ણાટકના અનેક શહેરો અને નગરોમાં તણાવ ફેલાયો હતો. છેલ્લે આ વિવાદ કર્ણાટક હાઇકોર્ટમાં હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગે આજે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે હિજાબને ઇસ્લામનો ફરજિયાત ભાગ ન હોવાનો અને શાળાઓમાં માત્ર ડ
હાઇકોર્ટના નિર્ણય બાદ પરીક્ષા ખંડમાંથી બહાર નિકળી વિદ્યાર્થીનીઓ  પરીક્ષાનો કર્યો બહિષ્કાર
Advertisement
ગયા મહિને કર્ણાટકમાંથી શરુ થયેલો હિજાબ વિવાદ દેશભરમાં ફેલાયો હતો. કર્ણાટકમાં તો રાજ્યભરના શાળા કોલેજ બંધ કરવાની ફરજ પણ પડી હતી. આ સિવાય કર્ણાટકના અનેક શહેરો અને નગરોમાં તણાવ ફેલાયો હતો. છેલ્લે આ વિવાદ કર્ણાટક હાઇકોર્ટમાં હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જે અંગે આજે હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. કર્ણાટક હાઇકોર્ટે હિજાબને ઇસ્લામનો ફરજિયાત ભાગ ન હોવાનો અને શાળાઓમાં માત્ર ડ્રેસ પહેરવાનો ચુકાદો આપ્યો છે. જો કે ચુકાદા બાદ પણ આ વિવાદનો અંત આવે તેવી શક્યતા નથી. 
હાઇકોર્ટનો આ નિર્ણય આવ્યા બાદ ઘણા બધા લોકોએ પોતાાનો વિરોધ પણ નોંધાવ્યો છે. જેમાં કેટલાક નેતાઓ પણ સામેલ છે. આ સિવાય કર્ણાટકમાં એક એવી પણ ઘટના બની છે કે જ્યાં હાઇકોર્ટના આ નિર્ણયના પગલે વિદ્યાર્થીનીઓ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવામાં યાવ્યો છે. હાઇકોર્ટના નિર્ણયની જાણ થતા જ હિજાબ પહેરેલી છોકરીઓ પરીક્ષા હોલમાંથી બહાર આવી ગઇ હતી. કર્ણાટકના યાદગીરના સુરાપુરા તાલુકાના કેમ્બાવી સરકારી કોલેજની આ ઘટના છે.
જે વિદ્યાર્થીનીઓ પરીક્ષઆ ખંડમાંથી બહાર આવી છે, તેઓ હિજાબ પહેરીને પરીક્ષા આપવા માટે કોલેજ આવી હતી. મંગળવારે સવારે 10 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી, જે બપોરે 1 વાગે પૂરી થવાની હતી.
મળતી માહિતિ પ્રમાણે કોલેજના પ્રિન્સિપલએ આ વિદ્યાર્થીનીઓને કર્ણાટક હાઈકોર્ટના આદેશનું પાલન કરવાનું કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા નહોતા અને પરીક્ષા હોલમાંથી બહાર આવી ગયા હતા. પ્રિન્સિપલના જણાવ્યા અનુસાર લગભગ 35 વિદ્યાર્થીનીઓએ પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. આ વિદ્યાર્થીનીઓએ કહ્યું છે કે તેઓ તેમના માતા-પિતા સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેશે કે તેઓ હિજાબ વગર ક્લાસમાં જશે કે નહીં. એક વિદ્યાર્થીએ એમ પણ કહ્યું કે અમે હિજાબ પહેરીને પરીક્ષા આપીશું અને જો તેને હટાવવાનું કહેવામાં આવશે તો અમે પરીક્ષા નહીં આપીએ.
Tags :
Advertisement

.

×