ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મહામારી બાદ હવે આ દેશમાં કરચલાંઓનો વધ્યો આતંક, જ્યા નજર નાખો ત્યા મળે છે જોવા

ક્યુબાના દક્ષિણી દરિયાકાંઠે કરચલાંઓની વસ્તી ઝડપથી વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કરચલાંઓ અગાઉ શેરીઓમાં વધુ જોવા મળતા ન હતા, પરંતુ કોરોના લોકડાઉન દરમિયાન ખાલી જગ્યા ઉપલબ્ધ થવાને કારણે તેઓ બહાર આવવા લાગ્યા છે.અમેરિકાની નજીક સ્થિત ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાંઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ઘર બનà
04:23 AM Mar 29, 2022 IST | Vipul Pandya
ક્યુબાના દક્ષિણી દરિયાકાંઠે કરચલાંઓની વસ્તી ઝડપથી વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કરચલાંઓ અગાઉ શેરીઓમાં વધુ જોવા મળતા ન હતા, પરંતુ કોરોના લોકડાઉન દરમિયાન ખાલી જગ્યા ઉપલબ્ધ થવાને કારણે તેઓ બહાર આવવા લાગ્યા છે.અમેરિકાની નજીક સ્થિત ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાંઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ઘર બનà
ક્યુબાના દક્ષિણી દરિયાકાંઠે કરચલાંઓની વસ્તી ઝડપથી વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કરચલાંઓ અગાઉ શેરીઓમાં વધુ જોવા મળતા ન હતા, પરંતુ કોરોના લોકડાઉન દરમિયાન ખાલી જગ્યા ઉપલબ્ધ થવાને કારણે તેઓ બહાર આવવા લાગ્યા છે.
અમેરિકાની નજીક સ્થિત ક્યુબા દેશ આ દિવસોમાં કરચલાઓથી પરેશાન છે. કરચલાંઓએ ક્યુબાના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ઘર બનાવી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. એવું લાગે છે કે, તેઓ માનવજાતિ પર હુમલો કરવા અને બદલો લેવા માટે સમુદ્રમાંથી બહાર નીકળીને જમીન પર આવ્યા છે. લાલ, કાળો, પીળો અને નારંગી રંગના કરચલાંઓએ ખાડીઓથી લઈને રસ્તાના કિનારે અને જંગલોથી લઈને ઘરોની દિવાલો સુધી સર્વત્ર કબજો જમાવી લીધો છે. જે ઝડપે આ કરચલાંઓ દરિયામાંથી બહાર નીકળીને જમીન પર આવી રહ્યા છે તે ફિલ્મી સીન જેવું લાગે છે. જાણે બધા કોઈક બદલો લેવા નીકળ્યા હોય. 
ક્યુબામાં જે વિસ્તાર કરચલાના આતંકથી સૌથી વધુ પરેશાન છે તે પિગ્સની ખાડી છે. જો કે, સમસ્યા એ નથી કે આ કરચલાંઓ આવ્યા છે કારણ કે તેઓ દર વર્ષે આવે છે. પરંતુ સમસ્યા એ છે કે આ વખતે તેઓ વહેલા બહાર આવી ગયા છે. આ અંગે સ્થાનિક સરકારો અને લોકો દ્વારા કોઇ તૈયારીઓ કરવામાં આવી ન હોતી. આ કરચલાંઓ માટે સૌથી વધુ ફાયદાનો સમય કોરોના સમયગાળો હતો.
કોરોનાકાળમાં લોકડાઉનને કારણે 2 વર્ષથી માનવ પ્રવૃત્તિઓ લગભગ બંધ થઈ ગઈ હતી. જંગલો, દરિયાઈ વિસ્તારો, રસ્તાઓ વગેરેમાં લોકોની અવરજવર નહોતી. હવે જાણે કુદરતે કરચલાંને મોકો આપ્યો હોય તેમ ગમે ત્યાં પ્રજનન કરવામા આવતા આ પરિણામ જોવા મળી રહ્યું છે. આ દેશમાં તેમની વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે. જે હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયું છે. અગાઉ જે રસ્તાઓ પર વાહનો ચાલતા હતા તે લોકડાઉન દરમિયાન ખાલી હતા. કરચલાંઓ માટે આ એક મોટી તક હતી. રસ્તાઓ અને અન્ય વિસ્તારો ક્રોસ કરીને, તેઓ તેમના ઇચ્છિત સ્થળોએ ગયા અને તેમણે ઘણા કરચલાંને જન્મ આપ્યો. સ્થિતિ એવી છે કે હાલમાં બે ઓફ પિંગ વિસ્તારની આસપાસ કરોડોની સંખ્યામાં કરચલાંઓ છે. જે એકવાર જોઇને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે. 
ક્યુબાના પર્યાવરણ મંત્રાલયના વૈજ્ઞાનિક રેનાલ્ડો સેન્ટાના એગ્યુલારે કહ્યું કે, 'વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ કરચલાંઓ આટલી ઝડપથી બહાર કેમ આવવા લાગ્યા છે. શું તે પાછળ કોરોનાને કારણે તેમની વધતી વસ્તી જવાબદાર છે? આ તેમના માટે વિસ્થાપિત થવાનો સમય નથી, તો પછી તેઓ કેમ બહાર આવી રહ્યા છે. આ કરચલાંઓ કોઈપણ કાર, બસ, ઘર અને દરિયાની દિવાલોની આસપાસ ફરતા જોવા મળી રહ્યા છે. તેઓ રસ્તાઓ પર એટલા ફેલાયેલા છે કે દૂરથી એવું લાગે છે કે જાણે શેરીઓ કરચલાંઓના કાર્પેટથી ઢંકાયેલી હોય. આ નજારો એક સમયે જોતા ભયાનક લાગે છે. 
Tags :
CoronaVirusCovid19crabsCubaGujaratFirstlockdownTerrorofCrabs
Next Article