Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળક સાથે વડાપ્રધાન મોદીનો વીડિયો જોઈને અક્ષય કુમારે કહ્યું કંઇક આવું

અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક નાનું બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશભક્તિનું ગીત ગાઈ રહ્યું છે. વીડિયો જોયા બાદ અક્ષયે બાળકની પ્રશંસા કરી હતી. થોડા સમયમાં  અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' આવવાની છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ ખૂબ ટ્રેલ કર્યો હતો. હવે અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો à
બાળક સાથે વડાપ્રધાન મોદીનો વીડિયો જોઈને અક્ષય કુમારે કહ્યું કંઇક આવું
Advertisement
અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક નાનું બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશભક્તિનું ગીત ગાઈ રહ્યું છે. વીડિયો જોયા બાદ અક્ષયે બાળકની પ્રશંસા કરી હતી. થોડા સમયમાં  અક્ષય કુમારની ફિલ્મ 'રામ સેતુ' આવવાની છે. આ ફિલ્મનું પોસ્ટર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. જેને લોકોએ ખૂબ ટ્રેલ કર્યો હતો. હવે અક્ષયે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં એક નાનું બાળક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશભક્તિનું ગીત ગાઈ રહ્યું છે. અક્ષય કુમાર આ પહેલા પણ ઘણી વખત નરેન્દ્ર મોદીને ટેગ કરીને પોસ્ટ કરી ચુક્યા છે. વડાપ્રધાન સાથેની તેમની મુલાકાત પણ સમાચારોમાં રહી હતી. અક્ષયે વીડિયો જોયા બાદ બાળકની પ્રશંસા કરી અને તેના માટે આ ખાસ પળનું વર્ણન કર્યું. 

 વડાપ્રધાન હાલમાં યુરોપના પ્રવાસે છે
વીડિયોમાં વડાપ્રધાન મોદી ઉભા છે અને તેમનો એક હાથ બાળકના ખભા પર છે. બાળક 'ઓ જન્મભૂમિ ભારત' ગીત ગાય છે. તેમનું ગીત સાંભળતા જ પીએમ પણ તેમની સાથે ચપટી વગાડવા લાગે છે. વીડિયોના અંતે તે બાળકના વખાણ કરે છે. પીએમ મોદી હાલમાં જર્મનીના બર્લિનમાં છે. તેઓ યુરોપના 3 દેશોના પ્રવાસે છે.
'દિલ ખુશ થઇ ગયું'
વીડિયો શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, 'આ બાળકની દેશભક્તિ જોઈને આનંદ થયો. નરેન્દ્ર મોદીજી, તમે તેને જીવનની ખાસ ક્ષણ આપી છે. અક્ષયની ફિલ્મોની વાત કરીએ તો 'રામ સેતુ' આ દિવાળી પર રિલીઝ થશે.  તાજેતરમાં રિલીઝ થયેલા પોસ્ટરમાં તેની સાથે જેકલીન ફર્નાન્ડીઝ જોવા મળી હતી. જો કે, આ પોસ્ટર માટે તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો કારણ કે જેકલીનના હાથમાં ટોર્ચ હતી જ્યારે અક્ષય મશાલમાં કંઈક શોધતો જોવા મળ્યો હતો. બંને સિવાય નુસરત ભરુતા પણ 'રામ સેતુ'માં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. તેને અરુણા ભાટિયા અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે.
આ સિવાય અક્ષય કુમાર પાસે 'પૃથ્વીરાજ', 'સેલ્ફી', 'રક્ષાબંધન' અને રાધિકા મંદાના સાથેની એક ફિલ્મ છે જેનું નામ હજુ નક્કી નથી.
Advertisement
Tags :
Advertisement

.

×