Bullet Train Accident: Ahmedabad માં બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન સર્જાઈ દુર્ઘટના, મોટી જાનહાનિ ટળી
વટવા પાસેના બ્રિજ નજીક કામગીરી દરમિયાન ક્રેન તૂટી પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી હતી ઘટનાસ્થળે સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન...
09:53 AM Mar 24, 2025 IST
|
SANJAY
- વટવા પાસેના બ્રિજ નજીક કામગીરી દરમિયાન ક્રેન તૂટી
- પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી હતી ઘટનાસ્થળે
- સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
અમદાવાદના વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઇ છે. જેમાં વટવાના રિંગરોડ પાસેના બ્રિજની બાજુમાં કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. તેમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. તથા સદનસીબે ક્રેન તૂટવાની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન ટ્રેક લોન્ચર તૂટી પડવાના કારણે 25 ટ્રેન રદ કરવામાં આવી છે.
Next Article