Ahmedabad : ઉતરાયણ પર્વે પક્ષીઓના રક્ષણ માટે Animal Life Care સજ્જ, 15 વર્ષથી અવિરત સેવા
- એનિમલ લાઈફ કેરની 15 વર્ષથી અવિરત સેવા
- સિટી વિસ્તારમાં પક્ષી બચાવો અભિયાન કેમ્પ
- 25 જેટલા સ્વયંસેવકો દિવસભર રહે છે ખડેપગે
- આણંદના તબીબોની ટીમ પણ સેવામાં જોડાઈ
- એનિમલ લાઈફ કેરના વિજય ડાભીની વિનંતી
- ચાઈનીઝ દોરી, તુક્કલ નહીં ચગાવવા કરી અપીલ
Ahmedabad : અમદાવાદના સિટી વિસ્તારમાં Animal Life Care સંસ્થા છેલ્લા 15 વર્ષથી અબોલ પક્ષીઓના જીવ બચાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. ચાલુ વર્ષે પણ ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે સંસ્થા દ્વારા ખાસ 'પક્ષી બચાવો અભિયાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવામાં 25 જેટલા સમર્પિત સ્વયંસેવકો દિવસ-રાત ખડેપગે રહીને ઈજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરી રહ્યા છે, જેમને આણંદથી આવેલી નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એનિમલ લાઈફ કેરના વિજય ડાભીએ નાગરિકોને અત્યંત ભાવુક અપીલ કરતા જણાવ્યું છે કે, લોકો મનોરંજન માટે જીવલેણ ચાઈનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરે, જેથી આકાશમાં વિહરતા નિર્દોષ પક્ષીઓના જીવ જોખમમાં ન મુકાય. સંસ્થાની આ નિઃસ્વાર્થ કામગીરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં Uttarayan નો ઉલ્લાસ : પતંગોના પેચ લાગ્યા, પવન દેવનો સાથ મળતા રાજ્યભરના ધાબા હાઉસફુલ


