Ahmedabad: જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં બાળકનો જન્મ,ડૉક્ટર બન્યા દેવદૂત, જુઓ Video
Ahmedabad: અમદાવાદ નજીક વિરમગામ પાસે જબલપુર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનમાં એક સગર્ભા મહિલા માટે સાક્ષાત દેવદૂત સમાન ઘટના બની હતી. મુસાફરી દરમિયાન મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, પરંતુ તે જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિ પાઠક મદદ માટે આગળ આવ્યા હતા. સાધનોના અભાવ હોવા છતાં, ડૉ. અદિતિએ પોતાની સમયસૂચકતા અને અનુભવનો ઉપયોગ કરીને ચાલતી ટ્રેનમાં જ મહિલાની સુરક્ષિત ડિલિવરી કરાવી હતી.
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં ડૉ. અદિતિ પાઠકે જણાવ્યું હતું કે, તેઓ ઘરેથી પોતાની ડ્યુટી પર જવા માટે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ કટોકટીનો સમય આવ્યો. કોઈપણ પ્રકારના મેડિકલ સાધનોની ગેરહાજરીમાં પણ તેમણે અડગ રહીને આ સફળ પ્રસવ કરાવ્યો હતો. માતા અને બાળક બંને હાલ સંપૂર્ણ સ્વસ્થ છે, અને ડૉ. અદિતિ પાઠકની આ માનવતાવાદી કામગીરી અને સમયસૂચકતાના કારણે ચારેબાજુ તેમની પ્રશંસા થઈ રહી છે. ... જુઓ વીડિયો...


