અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા! ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે નગરયાત્રા
- Ahmedabad : અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા
- નગરદેવીની ગાર્ડ ઓફ ઓનર આપી નગરયાત્રાનો પ્રારંભ
- માતાજીની નગરયાત્રામાં આકર્ષક ટેબ્લો લગાવવામાં આવ્યા
- ગજરાજ, અખાડા અને ભજન મંડળીઓ નગરયાત્રામાં સામેલ
- ચલિત મૂર્તિની સ્થાપના બાદ પાલખીમાં માતાજીની નગરયાત્રા
Ahmedabad Bhadrakali Nagar Yatra : અમદાવાદમાં પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિ સાથે નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેનો પ્રારંભ માતાજીને સન્માનપૂર્વક 'ગાર્ડ ઓફ ઓનર' આપીને કરવામાં આવ્યો. આ મંગલ પ્રસંગે ચલિત મૂર્તિની સ્થાપના કર્યા બાદ માતાજીને સુશોભિત પાલખીમાં બિરાજમાન કરી ભક્તોના જયઘોષ સાથે નગરચર્યાએ નીકળ્યા હતા, જેમાં ગજરાજ, વિવિધ અખાડાઓ, ભજન મંડળીઓ અને આકર્ષક ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ યાત્રા શહેરના ઐતિહાસિક વિસ્તારો જેવા કે ત્રણ દરવાજા, માણેકનાથ બાબાનું મંદિર, ગાંધી રોડ, ખાડિયા ચાર રસ્તા અને રાયપુર ચકલા થઈને ચકલેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી. ત્યારબાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીની ભવ્ય આરતી અને મહાલક્ષ્મી માતાજીના મંદિરના દર્શન કરી, વસંત ચોક ગણેશ મંદિર અને બહુચરાજી મંદિર થઈને આ ભક્તિમય નગરયાત્રા હર્ષોલ્લાસ સાથે નિજ મંદિર પરત ફરી હતી.


