Ahmedabad : શાળામાં જ ચાલે છે કોચિંગ ક્લાસ! Video
Ahmedabad : અમદાવાદની પ્રખ્યાત ઉદગમ સ્કૂલના પરિસરમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોચિંગ ક્લાસ ચાલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જે CBSE બોર્ડના ખાનગી કોચિંગ અને શાળાઓની સંડોવણી અંગેની તપાસ વચ્ચે શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દાને ઉજાગર કરે છે.
06:20 PM Apr 17, 2025 IST
|
Hardik Shah
Ahmedabad : અમદાવાદની પ્રખ્યાત ઉદગમ સ્કૂલના પરિસરમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોચિંગ ક્લાસ ચાલતા હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જે CBSE બોર્ડના ખાનગી કોચિંગ અને શાળાઓની સંડોવણી અંગેની તપાસ વચ્ચે શિક્ષણના વ્યાપારીકરણના મુદ્દાને ઉજાગર કરે છે. શાળા સંચાલકો દ્વારા ખાનગી કોચિંગ સંસ્થાઓ સાથેના સહયોગથી શરૂ કરાયેલા આ ક્લાસ ફક્ત શાળાના વિદ્યાર્થીઓ માટે જ છે અને બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો નથી એવો દાવો કરવામાં આવ્યો છે. શાળાના સંચાલક મનન ચોકસીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે આ ક્લાસમાં સિલેબસની બહારનું કશું ભણાવવામાં આવતું નથી, વધારાની ફી લેવામાં આવતી નથી અને CBSEના તમામ નિયમોનું સખતપણે પાલન કરવામાં આવે છે, જેના કારણે આ પ્રવૃત્તિ નિયમોની અંદર હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું.
Next Article