Congress ના મહિલા કોર્પોરેટરનું બોગસ LC પકડાયું! જુઓ Video
કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર સામે બોગસ એલસી રજૂ કરવા બદલ કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ થઈ છે. તપાસ દરમિયાન કૃષ્ણનગરની શાળાનું પ્રમાણપત્ર બનાવટી સાબિત થયું છે. આ મામલે શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ દાખલ કરવા સૂચના આપી છે, જેના કારણે રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે.
Advertisement
અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકરની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ગાંધીનગરની તપાસ સમિતિ અને શિક્ષણ વિભાગની ચકાસણી દરમિયાન માલૂમ પડ્યું કે, જે શાળાના નામનું પ્રમાણપત્ર રજૂ કરાયું હતું, ત્યાં તેમના નામની કોઈ નોંધ જ નથી. આ કૌભાંડ સામે આવતા હવે જીએસએસએસબી અને સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Advertisement


