Ahmedabad Crime : Ahmedabad માં મિત્રોએ કર્યુ મિત્રનું અપહરણ!
દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો માનવામાં આવે છે. પરંતુ, કળિયુગમાં હવે મિત્રતાની વ્યાખ્યાઓ પણ બદલાઈ રહી છે. એવી એક ઘટના સામે આવી છે.
12:30 AM May 03, 2025 IST
|
Vishal Khamar
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. ત્રણેય યુવકોએ મિત્રતાના નામ પર ડાઘ લગાવ્યો છે. 17 વર્ષના સગીર મિત્રએ ત્રણેય મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા..જો કે, સમયસર તે પરત ન આપી શકતા ત્રિપુટીએ સગીરને મળવા બોલાવ્યો.અને કારમાં બેસાડી અપહરણ કરી સીધા રાજસ્થાન લઈ ગયા. આ બાબતે સગીરાના મામાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી..આ વાતની જાણ થતાં જ આરોપીઓ સગીરને લઈ પરત અમદાવાદ આવ્યા. અમદાવાદ પહોંચતાની સાથે જ કાર સાથે જયકિશન ચૌધરી, મેહુલ ભરવાડ અને પૃથ્વી વાઘેલા નામના ત્રણેય શખ્સને પોલીસે ઝડપી લીધા. ત્રણેય આરોપીઓ 19 થી 22 વર્ષની ઉમરના છે. આરોપીઓએ આપેલા પૈસા સગીરે પરત ન આપતા અપહરણ કર્યુ હોવાનું કબૂલ્યું છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી આગલની કાર્યવાહી હાથ ધરી છે.
Next Article