Ahmedabad Crime : Ahmedabad માં ફરી કાયદાની ઐસી-તૈસી!
અમદાવાદના ગોમતીપુર વિસ્તારની ચતુરસિંહ ચાલી પાસેના છે. અહીં જ્યુસની લારી ધરાવતા બે ભાઈઓ સાથે દાદાગીરી બાદ તોડફોડ કરી હતી.
Advertisement
અમદાવાદમાં અગાઉ આતંક મચાવનારા લુખ્ખા તત્વોની ટાંટિયાતોડ સર્વિસ કરતી શહેર પોલીસનો સિંઘમ અવતાર જોવા મળ્યો હતો. ચાર જેટલા શખ્સો લાકડી અને તલવારથી જ્યુસની લારી પર તોડફોડ કરી રહ્યા છે.. લારી ધારક અને સ્થાનિકો તેને અટકાવી રહ્યા છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં લારીના માલિકે ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હુમલાનો વીડિયો અને ફરિયાદના આધારે ચાર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે સલમાન ઉર્ફે કાલિયા અને અરબાન હુસૈન શેખ નામના બે આરોપીની ધરપકડ કરી છે. સોહેલ તેમજ અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે.
Advertisement