Ahmedabad Crime : Ahmedabad ના નારોલમાં સંબંધોનું ખૂન!
Narol Police એ અનિલ જંગમ ઉર્ફે બોબીની અટકાયત કર્યા બાદ તેનો મોબાઈલ ફોન તપાસતા ખુદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
Advertisement
શહેરના નારોલ પોલીસના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ શ્રી અનિલ ઉર્ફે બોબી જંગમ છે. જે નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની પત્ની અને બાળક સાથે ભાડે રહે છે. 20 તારીખે અનિલના ઘરનો દરવાજો ખુલ્લો હતો. અનિલની પત્ની રીનાની લાશ ઘરમાંથી મળી આવી હતી અને અનિલ ફરાર હતો. ઘર માલિકે આ બાબતે સ્થાનિક પોલીસને ફોન કર્યો. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી લાશને પીએમ માટે મોકલી અનિલની શોધખોળ શરૂ કરી. તેને શોધવા ટેકનિકલ સોર્સની મદદ લીધી..આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આરોપી મુંબઈ ભાગી ગયો છે. તેના આધારે પોલીસની એક ટીમ મુંબઈ પહોંચી. ઘાટકોપરમાંથી આરોપી અનિલને ઝડપી લીધો..તેણે પત્ની રીનાની હત્યા કર્યાની કબૂલાત કરતા ધરપકડ કરવામાં આવી.
Advertisement