Ahmedabad : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન શરૂ
સાબરમતી ટોલનાકાથી સ્ટેડિયમ સુધી રોડ પહોળો કરવા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
Advertisement
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક તંત્ર દ્વારા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી ટોલનાકાથી સ્ટેડિયમ સુધી રોડ પહોળો કરવા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. 18 મીટરના ટીપી રોડને 61 મીટર કરાશે. પ્રથમ તબક્કામાં કોમર્શિયલ બાંધકામો સ્વેચ્છાએ દૂર કરાશે. રોડ વિસ્તરણ માટે તંત્ર દ્વારા અમલીકરણ શરૂ કરાયું છે. સ્ટેડિયમ માર્ગ પર ટ્રાફિક સુવિધા વધારવા મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. અગાઉ નોટિસ આપ્યા બાદ આજે ડિમોલિશન હાથ ધરાયું. સ્થાનિક લોકોમાં ડિમોલિશનને લઈને નારાજગી પણ જોવા મળી છે...........જુઓ અહેવાલ.....

