Ahmedabad Drunk Girls Incident : 2 નેપાળી યુવતીઓએ ફિલ્મી સ્ટાઇલમાં દારૂ પીને કર્યો હંગામો, પોલીસ આવતા જ શાન ઠેકાણે આવી
Ahmedabad Drunk Girls Incident : અમદાવાદના નિકોલ વિસ્તારમાં 30 સપ્ટેમ્બરની મોડી રાત્રે 2 નેપાળી યુવતીઓએ કથિત રીતે દારૂના નશામાં હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી હતી. પારંતી આવાસ વિસ્તારમાં થયેલા હંગામા બાદ પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બાદમાં બંને યુવતીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી અને ભવિષ્યમાં આવી હરકત નહીં કરવાની ખાતરી આપી હતી. આ મામલો સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
Advertisement
Ahmedabad Drunk Girls Incident : અમદાવાદના નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે હંગામો કરનાર 2 નેપાળી યુવતીઓએ આખરે પોતાની હરકત બદલ માફી માગી છે. મળતી માહિતી પ્રમાણે, 30 સપ્ટેમ્બરની રાત્રે નિકોલના પારંતી આવાસ વિસ્તારમાં બંને યુવતીઓએ કથિત રીતે દારૂના નશામાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસની કાર્યવાહી બાદ બંને યુવતીઓએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને ભવિષ્યમાં આ પ્રકારનો હંગામો કે જાહેરમાં તમાશો નહીં કરે તેવી ખાતરી પણ આપી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ચર્ચા જોવા મળી હતી.

