Ahmedabad : જળ યાત્રા પહેલા ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદીમાં મોક ડ્રીલનું આયોજન
અમદાવાદની સાબરમતી નદીમાં ફાય વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે.
Advertisement
અમદાવાદની સાબરમતી નદીમાં ફાયર વિભાગની મોકડ્રીલ યોજવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો હતો. કોઈ વ્યક્તિ નદીમાં ડૂબે તો રેસ્ક્યું કેવી રીતે કરવું તેનું મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. આવતીકાલે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે. સાબરમતીના પવિત્ર જળથી ભગવાનનો મહાભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રા યોજાય તે પહેલા ચકાસણીના ભાગરૂપે ફાયરની મોકડ્રીલ યોજવામાં આવી હતી. કોઈ અણબનાવ બને તો કેવી રીતે બચાવ થાય તે માટે મોકડ્રીલ યોજાઈ હતી.
Advertisement