Ahmedabad Fire: નરોડા GIDCમાં બિસ્કિટ ફેક્ટરીમાં ભીષણ આગ, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Ahmedabad Fire: અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કિસમિસ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
Advertisement
Ahmedabad Fire: અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કિસમિસ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહપુર, ચાંદખેડા અને નિકોલ સહિતના વિસ્તારોમાંથી ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જુઓ વીડિયો...

