Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Firing Case: નહેરૂનગર ફાયરિંગ મામલે DYSP અશોક ચૌહાણના જામીન કોર્ટે ફગાવ્યા

Ahmedabad Firing Case: અમદાવાદમાં ચકચાર જગાવનાર નિવૃત્ત DYSP અશોક ચૌહાણ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કેસમાં કોર્ટે આરોપીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નિવૃત્ત DYSP અશોક ચૌહાણની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.
Advertisement

Ahmedabad Firing Case: અમદાવાદમાં ચકચાર જગાવનાર નિવૃત્ત DYSP અશોક ચૌહાણ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કેસમાં કોર્ટે આરોપીને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે નિવૃત્ત DYSP અશોક ચૌહાણની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. સુનાવણી દરમિયાન કોર્ટે આ સમગ્ર ફાયરિંગની ઘટનાને અત્યંત ગંભીર ગણાવી હતી અને અવલોકન કર્યું હતું કે, એક કાયદાના જાણકાર વ્યક્તિ દ્વારા જાહેરમાં ફાયરિંગ કરવું એ ગંભીર ગુનો બને છે.

બીજી તરફ, અશોક ચૌહાણના વકીલ દ્વારા કોર્ટમાં બચાવ પક્ષ રજૂ કરતા દલીલ કરવામાં આવી હતી કે, તેમની જમીન પચાવી પાડવાના ઈરાદે કેટલાક અસામાજિક તત્વો ત્યાં પહોંચ્યા હતા. વકીલે દાવો કર્યો હતો કે, અશોક ચૌહાણે માત્ર પોતાના સ્વબચાવ માટે હવામાં ફાયરિંગ કર્યું હતું અને આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી. જોકે, કોર્ટે તમામ દલીલોને ફગાવીને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામીન અરજી નામંજૂર કરી દીધી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×