Ahmedabad Flight Crash: 247 હતભાગીઓના DNA થયા મેચ, 247 પૈકી 232 મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવાયા
ભયાનક વિમાન દુર્ઘટનાના પીડિતોની ઓળખ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘાણીનગરમાં એક હોસ્ટેલ કેમ્પસમાં ક્રેશ થયું હતું અમદાવાદ સ્થિત ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાના મૃત્યુની પુષ્ટિ થઈ છે Air India Crash Victims: 12...
Advertisement
- ભયાનક વિમાન દુર્ઘટનાના પીડિતોની ઓળખ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
- વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘાણીનગરમાં એક હોસ્ટેલ કેમ્પસમાં ક્રેશ થયું હતું
- અમદાવાદ સ્થિત ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાના મૃત્યુની પુષ્ટિ થઈ છે
Air India Crash Victims: 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાના પીડિતોની ઓળખ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શનિવારે અધિકારીઓએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 247 મૃતદેહો ડીએનએ ટેસ્ટ દ્વારા ઓળખાઈ ચૂક્યા છે અને તેમાંથી 232 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. આ અકસ્માતમાં, લંડન જતું વિમાન ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘાણીનગરમાં એક હોસ્ટેલ કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં 270 લોકોના મોત થયા હતા. વિમાનમાં કુલ 241 લોકો સવાર હતા, જ્યારે બાકીના મૃતકો હોસ્ટેલ બિલ્ડિંગમાં હાજર હતા. અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો છે, જેને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
Advertisement