Bharatના પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સાથે Ahmedabad 2036 ઓલિમ્પિક માટે સજ્જ
2036 ના ઓલિમ્પિકની યજમાન માટે અમદાવાદ તૈયાર છે. નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણતાને આરે છે.
Advertisement
2036 ના ઓલિમ્પિકની યજમાન માટે અમદાવાદ તૈયાર છે. નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણતાને આરે છે. વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી 90 ટકા પૂર્ણ છે. ભારતે 2036 ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરી છે. અમદાવાદમાં ઓલિમ્પિક રમાય તેવી સૂચક તૈયારીઓ છે. અમદાવાદના નારણપુરમાં દેશનું પ્રથમ ઓલિમ્પિક કોમ્પ્લેક્ષ બન્યું છે. અંદાજીત 82,507 ચોમી ક્ષેત્રફળવાળા પ્લોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બન્યું છે. પ્રોજેક્ટ પાછળ અંદાજીત 584.25 કરોડનો ખર્ચ થયો છે. ખેલાડીઓ માટે રહેવાની 100 થી વધુ બેટની પુરતી વ્યવસ્થા છે. તેમજ ઈન્ડોર, આઉટડોર ગેમ્સ રમી શકાય તેવી વ્યવસ્થા છે. 800 ટુ-વ્હીવર, 850 ફોર વ્હીરલ એક સાથે પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે.
Advertisement