Ahmedabad Navratri 2026: અમદાવાદમાં નવલા નોરતાના વધામણાં, ગુજરાત યુનિવર્સિટી ખાતે તૈયારીઓ આખરી ઓપ પર
Ahmedabad Navratri: અમદાવાદ શહેરમાં 11 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરભરના જાણીતા ગરબા ગ્રાઉન્ડ્સ અને પાર્ટી પ્લોટો પર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને Gujarat University ખાતે વિશાળ સ્ટેજ, આકર્ષક લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
Advertisement
Ahmedabad Navratri: અમદાવાદ શહેરમાં આદ્યશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રીની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેરભરના જાણીતા ગરબા ગ્રાઉન્ડ્સ અને પાર્ટી પ્લોટો પર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને Gujarat University ખાતે નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 11 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાનારા આ ભવ્ય નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ પરંપરાગત પરિધાનમાં સજ્જ થઈને ગરબે ઘૂમશે. વિશાળ સ્ટેજ, આકર્ષક લાઈટિંગ અને સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદમાં નવલા નોરતાના વધામણાં માટે યુવાધન અને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુઓ અમદાવાદમાં ગરબા મહોત્સવની પૂર્વ તૈયારીઓ પર વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ.

